Sun Sep 13 2026

Logo

રાજકોટ ભાજપ અગ્રણીના ભત્રીજા સામે કચ્છની યુવતીએ દુષ્કર્મ અને ખંડણીની ફરિયાદ નોંધાવતા ચકચાર

2026-06-06 10:19:00
Author: Mumbai Samachar Team
રાજકોટ ભાજપ અગ્રણીના ભત્રીજા સામે કચ્છની યુવતીએ દુષ્કર્મ અને ખંડણીની ફરિયાદ નોંધાવતા ચકચાર

ભુજ: રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના ભત્રીજા સહિતના શખ્સો સામે મૂળ કચ્છની ૨૦ વર્ષીય યુવતીએ દુષ્કર્મ, અપહરણ, ગોંધી રાખવા અને રૂ. ૨૦ લાખની ખંડણી માંગવા અંગેની સંગીન કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

શું છે મામલો

રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાના ભત્રીજા અને જિલ્લા પંચાયતની બેડી બેઠકના પ્રતિનિધિ સુમિતા ચાવડાના પતિ રાજેશ ઉર્ફે રાજા ચાવડા તેમજ તેના પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ હાઈપ્રોફાઈલ ગુનો દાખલ થયો છે. ભોગ બનનાર કચ્છી યુવતીનો આરોપ છે કે આરોપીઓએ તેના પર બળાત્કાર ગુજારી, ગોંધી રાખી મારપીટ કરી હતી અને રૂ. ૨૦ લાખની ખંડણીની પણ માંગણી કરી હતી.

આ ચકચારી મામલે સૌપ્રથમ કચ્છના આડેસર પોલીસ મથકે 'ઝીરો નંબર'થી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બનાવની ઘટનાસ્થળ હદને ધ્યાને લઈને વધુ તપાસ માટે આ કેસ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જ્યાં પોલીસે ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)