Sun Aug 30 2026

Logo

પુણેમાં ડ્રેનેજ ચેમ્બરમાં ફસાઇ જતાં બે કામદારનાં મોત

2026-08-27 17:20:10
Author: Yogesh D. Patel
પુણેમાં ડ્રેનેજ ચેમ્બરમાં ફસાઇ જતાં બે કામદારનાં મોત

પુણે: પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડમાં ડ્રેનેજ ચેમ્બરમાં ફસાઇ જવાથી બે કામદારનાં મોત થયાં હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પિંપરી-ચિંચવડમાં લોકમાન્ય હોસ્પિટલ નજીક બુધવારે મોડી રાતે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બંને કામદારની ઓળખ અમોલ શિંદે (20) અને મનોજ શિંદે (26) તરીકે થઇ હતી. બંને જણ ડ્રેનેજ ચેમ્બરમાં ઊતર્યા બાદ ફસાઇ ગયા હતા.

દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જવાનોએ બંને કામગારને બહાર કાઢ્યા હતા અને તેમને નજીકની  હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં બંનેને મૃત જાહેર કરાયા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંનેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. બંનેને કોણે કામ સોંપ્યું હતું અને તેઓ રાતે સ્થળ પર શું કરી રહ્યા હતા.

સ્થાનિકોએ દાવો કર્યો હતો કે આ એ જ સ્થળ છે ત્યાં ગયા વર્ષે ત્રણ કામદારના મૃત્યુ થયાં હતાં અને વહીવટીતંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

(પીટીઆઇ)