કેલિફોર્નિયાઃ નેપાળના વિનાશકારી પૂરથી માંડ માંડ બચેલી ભારતીય-અમેરિકી દંપતિ અંજના રાજા અને પટ્ટાભિરામ વેંકટેશનના પુત્ર વિક્રમ રવિએ કહ્યું કે તેમના માતા-પિતાન ખર્ચ બચી જવો એક ચમત્કાર હતો.
વિક્રમ રવિએ જણાવ્યું કે તેઓ બેડ પર આરામ કરી રહ્યા હતા જ્યારે તેમની માતાનો ફોન આવ્યો. માં અંજનાની પહેલી વાત હતી કે શિવે અમને બચાવ્યા અને તે રડી રહી હતી.
અંજના રાજા અને પટ્ટાભિરામ વેંકટેશન તિબેટની તીર્થ યાત્રા પર ગયા હતા. તેમની ટૂર બસ ત્યાં ઉભી હતી જ્યારે તેમણે પાણીનો પહાડ તેમની તરફ આવતા જોયો. અંજનાએ આને સુનામી જેવું ગણાવ્યું. પટ્ટાભિરામે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે તે 60-70 ફૂટ ઊંચો લાગી રહ્યો હતો. કાળું કાળું સુનામી જેવું. હું વિચારી રહ્યો હતો કે આ પાણી નહીં જંગલની આગ છે.
અંજનાએ પતિનો કોલર પકડીને ખેંચ્યો અને કહ્યું - ભાગો! બન્ને બસમાંથી કૂદ્યા. રસ્તામાં ઘર તૂટી રહ્યા હતા. અંજનાએ કહ્યું મેં મોતને પોતાની તરફ આવતા જોયું.
એક ગાઇડ તેમને પાસેના પહાડના શિખર પર સમતલ જગ્યાએ લઇ ગયો. ચઢાણ વધારો કઠિન હતું – સાંકડી, લપસણી, કાદવ, પથ્થર અને ખડકોથી ભરેલું. અંજનાએ કહ્યું આટલી ઊંચાઇ પર અને કેવીરીતે ચડી ગયા, ખબર નહીં.
તે રાતે બકરીને શેડમાં બચેલા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો સાથે રહ્યા. બીજા દિવસે તેમને હેલીકોપ્ટરથી બચાવવામાં આવ્યા. ટૂર બસમાં સવાર તમામ લોકો બચી ગયા.
વિક્રમે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે તે ઘણી રાહત અનુભવી રહ્યો છે કે માતા-પિતા જાતે જણાવી શકે તે સુરક્ષિત છે. અંજનાએ કહ્યું કે ઘરે પાછા ફરીને સૌથી પહેલા બાળકોને વ્હાલ કરશે અને તેને જીવનને ગંભીરતાથી લેવાની શીખ આપશે.