મુંબઈ: મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પરિસરમાં કાર્યરત પાંચ રેસ્ટોરાંના લાઇસન્સ રદ કરવાના પોતાના આદેશને પાછો ખેંચી લેશે એવો ખુલાસો મહારાષ્ટ્ર એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન) દ્વારા કરવામાં આવ્યો હતો.
બોમ્બે હાઈ કોર્ટે પરિસ્થિતિનો વ્યવહારિક દૃષ્ટિકોણને બદલે બુદ્ધિગમ્ય દેખાવ કરવા બદલ અધિકારીઓ સામે કડક આદેશોની ચેતવણી આપતા એફડીએ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું.
બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) વિસ્તારમાં સ્થિત રેસ્ટોરાં 88 ટકા ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરે છે તેની પુષ્ટિ એફડીએ દ્વારા રજૂ કરાયેલા નવા નિરીક્ષણ અહેવાલ પછી કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ રવિન્દ્ર ઘુગે અને ન્યાયમૂર્તિ ગૌતમ અંકડની ખંડપીઠે સસ્પેન્શન રદ કર્યું હતું.
કથિત સ્વચ્છતા ઉલ્લંઘન અને અન્ય લોકોમીં કામગીરીની અનિયમિતતાઓને કારણે કામગીરી સ્થગિત કરવાના એફડીએના નિર્ણયને એમસીએ દ્વારા હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
ગુરુવારે હાથ ધરવામાં આવેલા નવા નિરીક્ષણમાં 88 ટકા પાલન જોવા મળ્યું હોવા છતાં, એફડીએનું શરૂઆતમાં સસ્પેન્શન જાળવી રાખવામાં આવ્યું હતું કારણ કે એમસીએના નામે લાઇસન્સ નોંધાયેલા હોવા છતાં, રેસ્ટોરાં મેસર્સ શિર્કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સંચાલિત હતા.