Fri Apr 17 2026

Logo

મહિલા અનામત મુદ્દે પીએમ મોદીની વિપક્ષને મોટી ઓફર: "સાથે રહેશો તો ફાયદો થશે, ક્રેડિટ લેવા પણ તૈયાર રહો"

2026-04-16 17:01:26
Author: Mumbai Samachar Team
Article Image

વિકસિત ભારતના નિર્માણમાં નારી શક્તિની ભાગીદારી અનિવાર્ય: લોકસભામાં વડા પ્રધાનનું મહત્વનું સંબોધન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ અંગે ઐતિહાસિક સંબોધન કર્યું હતું. મહિલા અનામત બિલ મુદ્દે વડા પ્રધાન મોદીએ વિપક્ષને વિરોધ કરવાને બદલે રાજકીય ફાયદા-નુકસાન ભૂલીને રાષ્ટ્રહિતમાં સાથે આવવા વિનંતી કરી છે. આજથી શરુ થયેલા વિશેષ સત્રના પહેલા દિવસે મહત્ત્વના ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકારે ખાતરી આપી કે અમે આ બિલ અંગે મોડી રાત સુધી પણ ચર્ચા કરીને જવાબ આપવા તૈયાર છીએ. 

આજે આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરીને વિપક્ષને સાથે રહીને કામ કરવાની અપીલ કરતા કહ્યું કે સાથે રહેશો તો તમામ પક્ષોને ફાયદો થશે. પોતાનું સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં જ્યારે મહિલા અનામતને લઈ ચર્ચા થઈ ત્યાર પછી જ્યારે જ્યારે ચૂંટણી આવી છે. 

દરેક ચૂંટણીમાં મહિલાઓને મળનારા આ અધિકારનો જે લોકોએ વિરોધ કર્યો છે, તેમને દેશની મહિલાઓ માફ કર્યાં નથી અને એમના હાલ પણ ખરાબ કર્યાં હતા. જોકે, 2024ની ચૂટંણીમાં પણ એવું જ થયું નહોતું અને એવું થયું નહોતું, કારણ કે એના પર સૌએ સહમતિથી પાર કર્યું હતું. કોઈના પક્ષમાં કોઈ રાજકીય ફાયદો નહોતો.

અમારું સૌભાગ્ય છે કે અમે પોલિસીના ભાગ બન્યાં

પીએમ મોદીએ કહ્યું કે ભારતના સંસદીય લોકશાહી ઈતિહાસમાં એવી જ પળ છે. 25-30 વર્ષ પહેલા જરુરિયાત અનુભવાઈ અને લાગુ કર્યું હોત અને પરિપક્વતા સુધી પહોંચાડી હોત તો એમાં પણ સુધારા પણ કર્યા હોત. આપણી હજારો વર્ષોની લોકશાહીની એક વિકાસ યાત્રા રહી છે. આ વિકાસયાત્રાને નવા આયામ સાથે જોડવાનો શુભ અવસર ગૃહના તમામ સાથીઓને મળ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે સૌ ભાગ્યશાળી છે અને અમારા માટે સૌભાગ્ય છે કે અમે લોકો પોલિસીની ભાગ બન્યા છીએ. આપણે સૌ ભારતીય સાથે મળીને દેશને નવી દિશા આપવા જઈ રહ્યા છીએ.

વિકસિત ભારતમાં સૌનો સાથે સૌના વિકાસનો મંત્ર

વડા પ્રધાન મોદીએ કહ્યું કે 21મી સદીમાં ભારત એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. વિશ્વમાં આપણે સ્વીકૃતિનો અનુભવ કરી રહ્યા છીએ અને આ સમયને વિકસિત કરવા ભારતને સંકલ્પ સાથે જોડીએ છીએ. વિકસિત ભારતનો અર્થ ફક્ત શ્રેષ્ઠ પ્રકારની રેલ અને રસ્તા અથવા આર્થિક વિકાસના આંકડા નથી. અમે ઈચ્છીએ છીએ કે વિકસિત ભારત જેના જેના નીતિ નિર્ધારણમાં સૌનો સાથ અને સૌના વિકાસનો મંત્રનો સમાવેશ થાય છે. દેશની પચાસ ટકા જનતા નીતિ નિર્ધારણનો હિસ્સો બને.

આ નિર્ણય તો રાષ્ટ્રહિતમાં છે

પીએમ મોદીએ કહ્યું કે હું પણ પછાત સમાજમાંથી આવું છે પણ આ બંધારણની તાકાત છે કે આટલા પછાત સમાજની વ્યક્તિને દેશનું આટલું મોટું પદ-જવાબદારી સોંપવામાં આવી છે. હું દેશના અને બંધારણના ઘડવૈયાઓનો પણ ઋણી છું. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણી દીકરીઓ કમાલ કરી રહી છે. તેમની ભાગીદારીને રોકવા માટે શા માટે તમારી શક્તિઓને વેડફી રહ્યા છો. આ બાબતને રાજકીય દૃષ્ટિકોણથી તોલશો નહીં પણ આ તો રાષ્ટ્રહિતમાં નિર્ણય છે. 

આજનો અવસર સાથે બેસીને વિચારવાનો

તેમણે કહ્યું કે આજનો અવસર એક સાથે બેસીને, એક દિશામાં વિચારીને વિકસિત ભારત બનાવવામાં નારી શક્તિની ભાગીદારી સ્વીકારવાનો અવસર છે. તેમણે કહ્યું કે નારી શક્તિ અમારા નિર્ણયને તો જોશે અને નિર્ણયથી વધુ અમારી નિયતને પણ જોશે. અમારી નિયતમાં ખોટ અમારી નારી શક્તિને ક્યારેય માફ નહીં કરે.

ત્રણ-ત્રણ દાયકા સુધી રોકી રાખવામાં આવ્યું

વડા પ્રધાને વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે ૨૫-૩૦ વર્ષ પહેલાં, મહિલા અનામતનો વિરોધ કરનારાઓએ પોતાનો વિરોધ રાજકીય સપાટીથી નીચે ઉતરવા દીધો નહોતો, પણ આજે એ ભૂલ કરશો નહીં. છેલ્લા 25-30 વર્ષમાં પંચાયત ચૂંટણીમાં જીતનારી મહિલાઓમાં હવે એક નવી ચેતના આવી છે. પહેલા ચૂપ રહેતી હતી, સમજતી હતી, પણ બોલતી નહોતી. આજે કોઈ પણ પક્ષ હોય યા વિપક્ષ. એ લાખો બહેનો જેમને પંચાયતમાં પ્રતિનિધિત્વ કર્યું તેમણે લોકોના સુખ-દુખને ઊંડાણપૂર્વક જોયું છે. 

હું ક્રેડિટનો ચેક આપવા પણ તૈયાર છું

પીએમ મોદીએ કહ્યું કે જો વિરોધ કરશો તો રાજકીય લાભ પણ મને મળશે. જો વિરોધ નહીં કરીએ તો કોઈને ફાયદો થશે નહીં. અમને ક્રેડિટ જોઈતી નથી. ક્રેડિટ પણ લઈ લો. આવતીકાલે ફોટો પણ છાપીશું. ક્રેડિટ પણ લઈ લો, જેમને ફોટો છાપવાનો હોય. સરકારી પૈસાથી છાપીશું. હું સામેથી ક્રેડિટનો બ્લેન્ક ચેક તમને આપું છું. પીએમ મોદીએ કહ્યું કે આ બિલમાં રાજ્યોની સાથે કોઈ ભેદભાવ કર્યો નથી.

વિકાસ માટે મહિલાઓના સાથની જરુરિયાત છે. આજે દેશમાં 900થી વધુ શહેરમાં શહેરની નગરપાલિકાનું નેતૃત્વ પણ મહિલાઓ કરે છે. આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે, તેમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને આ અનુભવને ગૃહ સાથે જોડવામાં આવશે ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જશે.