Tue Jul 28 2026

Logo

પાલઘરમાં ઇન્ડસ્ટ્રિયલ યુનિટમાં ક્લોરિન ગેસ લીકેજ: કોઇને ઇજા નહીં...

2026-02-25 18:17:15
Author: Yogesh D. Patel
Article Image

પાલઘર: પાલઘર જિલ્લાના એક ઇન્ડસ્ટ્રિયલ યુનિટમાં બુધવારે ક્લોરિન ગેસ લીક થયો હોવાનું અધિકારીઍ જણાવ્યું હતું.ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે એમઆઇડીસી તારાપુર ખાતે શ્રી વિનાયક કેમેક્સમાં બનેલી આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી.

બુધવારે સવારે લીકેજ શોધી કાઢવામાં આવ્યું હતું અને બાદમાં ઉપકરણોનો ઉપયોગ કરીને તેને તાત્કાલિક નિયંત્રણમાં લેવામાં આવ્યું હતું.આ બનાવ બાદ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ યતિશ દેશમુખે મહારાષ્ટ્ર પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ તેમ જ ડિરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ગેસ લીકેજનું ચોક્કસ કારણ તપાસવામાં આવી રહ્યું છે. (પીટીઆઇ)