Tue Sep 01 2026

Logo

નસરાપુરમાં દુષ્કર્મ બાદ બાળકીની હત્યા: પચીસ જૂને ચુકાદો

2026-06-20 21:20:00
Author: Yogesh C. Patel
નસરાપુરમાં દુષ્કર્મ બાદ બાળકીની હત્યા: પચીસ જૂને ચુકાદો

પુણે: પુણેના નસરાપુર ગામમાં ચાર વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરવાની કમકમાટીભરી ઘટનામાં પુણેની વિશેષ અદાલત પચીસ જૂને ચુકાદો આપશે.

વિશેષ સરકારી વકીલ અજય મિસરે જણાવ્યું હતું કે અંતિમ દલીલો શનિવારની સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે ચાર વાગ્યે પૂરી થઈ હતી.

પુરાવાની સમગ્ર સામગ્રી રેકોર્ડ પર મુકાઈ છે. આમાં સર્વગ્રાહી સમયરેખાનો ચાર્ટ, તબીબી પુરાવાઓનું વિશ્ર્લેષણ, ફોરેન્સિક ડેટાનો ચાર્ટ, ડીએનએ પ્રોફાઈલિંગનું મેટ્રિક્સ અને સંપર્ક ચાર્ટનો સમાવેશ થાય છે.

આ કેસમાં ભોર તાલુકાની રાજગડ પોલીસે આરોપી ભીમરાવ કાંબળે વિરુદ્ધ 1,100 પાનાંનું આરોપનામું કોર્ટમાં રજૂ કર્યું હતું.

ઘટના પહેલી મેના પ્રકાશમાં આવી હતી. ચાર વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. બાળકીનો મૃતદેહ છાણના ઢગલા નીચેથી મળી આવ્યો હતો. ઘટનાને પગલે રહેવાસીઓએ આક્રોશ ફાટી નીકળ્યો હતો.

(પીટીઆઈ)