Thu Sep 10 2026

Logo

સ્તન કેન્સર સ્ક્રીનિંગ ઝુંબેશને મુંબઈકર મહિલાઓનો રેકોર્ડ પ્રતિસાદ

2026-07-22 21:06:10
Author: Sapna Desai
સ્તન કેન્સર સ્ક્રીનિંગ ઝુંબેશને મુંબઈકર મહિલાઓનો રેકોર્ડ પ્રતિસાદ

BMC


અભિયાનની એશિયા બુક ઓફ રેકોર્ડ્સ તેમજ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ માં રેકોર્ડ એન્ટ્રી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં એક જ દિવસમાં ૨૯૮ સ્થળોએ લગભગ ૨૭,૮૬૬ મહિલાઓની સ્તન કેન્સરની તપાસ કરવામાં આવી હતી. મુંબઈ મહાનગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ઝુંબેશમાં મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં ૩૦ વર્ષથી વધુ ઉંમરની મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.

મુંબઈ મહાનગરપાલિકાની હદમાં  ૨૯૮ સ્થળોએ બુધવારે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ઝુંબેશમાં રેકોર્ડ સંખ્યામાં ૨૭,૮૬૬ મહિલાઓએ ભાગ લીધો હતો. આ રેકોર્ડ નિમિત્તે મેયર રિતુ તાવડે અને ડેપ્યુટી મેયર સંજય ઘાડીનું એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા મેડલ અને પ્રમાણપત્રોથી સન્માન કરવામાં આવ્યું હતું.

પાલિકાના હેલ્થ સેન્ટરના  નર્સ,આશા સેવિકા અને અન્ય અર્ધ-તબીબી કર્મચારીઓએ સ્તન કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ સાઇટમાં યોગદાન આપ્યું હતું. તેમજ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના તબીબો અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી મળેલા તબીબો અને સ્થાનિક મેડિકલ એસોસિએશન અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા તબીબો તમામ વોર્ડમાં કેમ્પના આયોજન માટે ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દ્વારા બ્લડપ્રેશર, વજન વગેરેની તપાસ કરવામાં આવી હતી. તે સાથે મહિલાઓ માટે સ્તન કેન્સર સ્ક્રીનિંગની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે મહિલાઓને મેમોગ્રાફી ટેસ્ટની જરૂર હતી તેમને વધુ પરીક્ષણ માટે પાલિકાની હોસ્પિટલમાં વધુ ટેસ્ટ માટે જવાની ભલામણ કરવામાં આવી હતી.