(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાનો આ વર્ષે ઉનાળો બધી રીતે આકરો જવાનો છે. ‘અલ-નીનો’ની અસર હેઠળ ચોમાસું નબળું રહેવાની શકયતા વચ્ચે આગામી ૧૫ મેથી સમગ્ર મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે એ અગાઉ આવતા અઠવાડિયામાં દક્ષિણ મુંબઈ અને ઈશાન મુંબઈના કુલ છ વોર્ડમાં ૩૦ કલાક માટે પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
અમર મહેલ (હેગડેવાર ઉદ્યાન)થી વડાલા (પ્રતીક્ષા નગર), પરેલ તેમ જ ટ્રૉમ્બે જળાશય અને તુર્ભે હાઈ લેવલ રિઝર્વિયર સુધીની વોટર ટનલ ચાલુ કરવાનું કામ મુંબઈ મહાનગરપાલિકાએ હાથમાં લીધુ છે, જે અંતર્ગત ૧,૮૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનનું જોડાણ અને અન્ય કામ કરવામાં આવવાના છે. આ કામ માટે તુર્ભે હાઈ લેવલની ૧,૮૦૦ મિ.મી. વ્યાસની અને લો લેવલની ૧,૨૦૦ મિ.મી. વ્યાસની પાઈપલાઈન તાત્પૂરતી બંધ કરવામાં આવવાની છે.
આ કામ મંગળવાર, પાંચ મે, ૨૦૨૬ના સવારના ૧૦ વાગ્યાથી બુધવાર, છ મે, ૨૦૨૬ના સાંજના ચાર વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. તેથી આ સમય દરમ્યાન એફ-ઉત્તર, એફ-દક્ષિણ, એલ, એમ-પૂર્વ, એમ-વેસ્ટ અને એન વોર્ડમાં પાણીપુરવઠો બંધ રહેશે. તો અમુક જગ્યાએ ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
બોકસ
આ વિસ્તારોને થશે અસર
પ્રભાવિત થનારા વિસ્તારમાં એન વોર્ડ ઘાટકોપરના પૂર્વમાં પંત નગર, ગારોડિયા નગર, લક્ષ્મી નગર, બેસ્ટ કોલોની, નાયડૂ કોલોની, રમાબાઈ નગર, કામરાજ નગર, વિક્રોલી વિલેજ, ગોદરેજ ટ્રીટ વિસ્તારમાં મંગળવારે પાણી બંધ રહેશે. ઘાટકોપર પશ્ર્ચિમના અમુક વિસ્તાર, વિદ્યાવિહાર , નારાયણ નગર, મહાત્માગાંધી રોડ, એલ.બી.એસ રોડથી શ્રેયસ થિયેટર સુધીનો વિસ્તાર, કામા ગલી, કિરોલ અને ખલઈ વિલેજ, પારસીવાડા, ચિરાગ નગર, મહેન્દ્ર પાર્ક, ન્યુ માણેકલાલ વિસ્તારમાં મંગળવારે પાણી બંધ રહેશે. સર્વોદય, જીવદયા ગલી, ભીમ નગર, નિત્યાનંદ નગર, પાટીદાર વાડી, ગંગાવાડી વિસ્તારમાં મંગળવારે પાણી બંધ રહેશે.
એફ-ઉત્તર વોર્ડમાં પ્રતીક્ષા નગર, શાસ્ત્રી નગર, સંજય ગાંધી નગર, વડાલા ટ્રક ટર્મિનસ, ન્યૂ કફ પરેડમાં બુધવાર, છ મેના પાણીપુરવઠો બંધ રહેશે. તો સાયન માં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.
એફ-દક્ષિણ વોર્ડમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ, દિનશૉ પેટિટ રોડ, એસ.એસ. રાવ રોડ, ડૉ. એર્નેસ્ટ બોર્જેસ રોડ, પરમાર ગુરુજી રોડ, ગોખલે રોડ, એન.એમ.જી. એસ. રોડ, દાદાસાહેબ ફાળકે રોડ, જેરબાઈ વાડિયો રોડ, સેંટ પૉલ રોડ, ખાશાબા રોડ, મહાદેવ પાલવે રોડ, જિજીભોય લેન, આચાર્ય દોંદે રોડ, બાટલીવાલા ગલી, શિરોડકર માર્ગ, ચિવડા ગલી, સાને ગુરુજી રોડ વિસ્તારમાં બુધવારે પાણીપુરવઠો બંધ રહેશે.
એલ વોર્ડ કુર્લાના સાબળે નગર, સંતોષી માતા નગર, ક્રાંતી નગર, લોકમાન્ય ટિળક ટર્મિનસ વિસ્તારમાં બુધવારે અને કુરેશી નગર (કસાઈવાડા), હિલ રોડ, મુક્તાદેવી રોડ, ગાવદેવી મંડળ અને કુર્લા પૂર્વના નહેરુ નગર, નાઈક નગર, એસ.જી. બર્વે રોડ, હનુમાન રોડ, પોલીસ કોલોની, કુર્લા કારશેડ, રેલવે કોલોની, નવરે બાગ, કામગાર નગર, હનુમાન નગર, રાહુલ નગર, ચાફે ગલી, તક્ષશિલા નગર, એવરાર્ડ નગર, પાન બજાર, વી.એન.પુરવ રોડ, દાદા સ્ટ્રીટ, સ્વદેશી મિલ ચાલ, ચુનાભટ્ટી ફાટક રોડ, મ્હાડા કોલોની વિસ્તારમાં મંગળવારે પાણીપુરવઠો બંધ રહેશે.
એમ-પૂર્વ વોર્ડમાં શિવાજી નગર, લોટસ કોલોની, ગૌતમ નગર, ગાયકવાડ નગર, વાશી નાકા માનખુર્દ વિસ્તારમાં બુધવારે પાણી બંધ રહેશે. બેંગનવાડી, માનખુર્દ, ભારત નગર, મ્હાડા બિલ્ડિંગ, ચિતા કેમ્પ, સાઠે નગર, ઝાકિર હુસેન નગર, દેવનાર વિલેજ, દેવનાર કોલોની, ન્યૂ ભારત કોલોની, હશુ અડવાણી નગર, નટવર પારેખ કૉમ્પ્લેક્સ, ઈન્ડિયન ઓઈલ નગર, મહારાષ્ટ્ર નગર, વાશી નાકા, ચિત્તા કેમ્પ, કુકરેજા બિલ્ડિંગ વિસ્તારમાં મંગળવારે પાણીપુરવઠો બંધ રહેશે.
એમ-પશ્ર્ચિમ વોર્ડના ચેમ્બુરમાં મૈત્રી પાર્ક, ઘાટલા, ચેમ્બુર ગાવઠણ, સુભાષ નગર, લાલડોંગર, સિદ્ધાર્થ કોલોની, સ્વસ્તિક પાર્ક, પોસ્ટલ કોલોન, મુક્તિ નગર, કાશિનાથ પાટીલ વાર્ડ, સંતોષ નગર, ડાયમંડ ગાર્ડન, સેન્ટ્રલ એવેન્યુ માર્ગ, ઘાટલા વિલેજ, ચરઈ વિલેજ, બોરલા સોસાયટી, માહુલ વિલેજ, આંબાપાડા વિલેજ, મૈસુલ કોલોની, વાશી ગાવ. લક્ષ્મી નગર, જિજામાતા નગર, ભક્તિ પાર્ક, ટિળક નગર, ઠક્કરબાપ્પા કોલોની, પેસ્તમ સાગર, શેલ કોલોની, સહકાર નગર વિસ્તારમાં બુધવારે પાણીપુરવઠો બંધ રહેશે. ચેમ્બુર કૅમ્પ, સિંધી કેમ્પ, વિજય વિહાર, સુમન નગર, ભક્તિ પાર્ક, ચિખલ વાડી, સમર્થ નગર, બસંત પાર્ક, સી.જી. ગિડવાણી રોડ, ગાંધી બજાર, ઈંદિરા નગર, નવજીવન સોસાયટી, ગોલ્ફ ક્લબ, રામટેકડી, ચેમ્બુર કોલોની, કોંકણ નગર, ગણેશ નગર, સિંધી સોસાયટી, મારવલી ચર્ચ, આર.સી. રોડ વિસ્તારમાં મંગળવારે પાણીપુરવઠો બંધ રહેશે.