Tue Jul 07 2026

Logo

મુંબઈના વરસાદને કારણે ગુજરાત-મુંબઈ ટ્રેન વ્યવહાર પર અસર

2026-07-07 20:17:50
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં પાણી ભરાવાથી ટ્રેન વ્યવહાર પર અસર થઈ છે. રેલવે દ્વારા મળતી માહિતી અનુસાર 7મી જુલાઈએ અમુક ટ્રેન રદ કરવાની ફરજ રેલવેને પડી હતી. આ યાદી મુજબ  ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, ટ્રેન નં. 19255 સુરત-મહુવા એક્સપ્રેસ,  ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ (તારીખ 09.07.2026),  ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ (તારીખ 07.07.2026),  ટ્રેન નં. ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (તારીખ ૦૭.૦૭.૨૦૨૬), 

ટ્રેન નં. ૧૨૯૪૧ ભાવનગર ટર્મિનસ-આસનસોલ એક્સપ્રેસ (તારીખ ૦૭.૦૭.૨૦૨૬),  ટ્રેન નં. ૧૨૯૪૨ આસનસોલ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ (તારીખ ૦૯.૦૭.૨૦૨૬),  ટ્રેન નં. ૧૯૪૧૮ અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ (તારીખ ૦૬.૦૭.૨૦૨૬),  ટ્રેન નં. ૧૯૪૧૭ બોરીવલી-વટવા એક્સપ્રેસ (તારીખ ૦૯.૦૭.૨૦૨૬) રદ કરવામાં આવી હતી. ટ્રેન નં. ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ (તારીખ ૦૭.૦૭.૨૦૨૬) અમદાવાદ સ્ટેશનથી થોડા સમય માટે મોડી ઉપડશે, તેવી માહિતી રેલવેના સૂત્રોએ આપી હતી.