કરાંચીઃ પાકિસ્તાન અને બલુચિસ્તાન વચ્ચેની કડવાશ હવે યુદ્ધમાં ફેરવાઈ રહી છે. સમયાંતરે પાકિસ્તાન હુમલો કરી બેસે છે તો ક્યારેક આવા હુમલાનો બદલો લેવા માટે બલુચિસ્તાન મોકો આવ્યા ઘા મારી દે છે.બલુચિસ્તાન પ્રાંતમાં એક પોલીસ પોસ્ટ પર હુમલો થતા 9 પોલીસ કર્મચારીઓના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે પાંચ પોલીસ કર્મચારીઓ લાપતા થયા છે.સમગ્ર મામલો સામે આવતા જ સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ ટીમ તૈયાર કરીને ઑપરેશન શરૂ કર્યું હતું.
ઉચ્ચ અધિકારીએ સ્પષ્ટતા કરી
બલુચિસ્તાનના મુખ્યમંત્રીના સહયોગી શાહિદ રિંદે જણાવ્યું હતું કે, આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં માંગી અને કવાસ પોલીસ સ્ટેશનના કર્મચારી-ઓફિસર્સ સામેલ છે. આ સિવાય એન્ટિ ટેરરિસ્ટ ફોર્સના ઈન્ચાર્જ,હેડ કોન્સટેબલ સૈફુલ્લાહનું પણ આ હુમલામાં મૃત્યું નીપજ્યું છે. આ હુમલા બાદ સુરક્ષાદળોએ ક્લિયરસ ઑપરેશન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં 15 આતંકવાદીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે.
TTP એક આતંકવાદી સંગઠન છે સંયુક્ત રાષ્ટ્રએ આને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. હવે ક્લિયરન્સ ઑપરેશન ખતમ થઈ ચૂક્યું છે. આતંકવાદીઓએ હુમલો કર્યો હવે એની કિંમત ચૂકવી દીધી છે. આતંકવાદ સામે ઈન્ટેલિજન્સ ઑપરેશન હજું પણ આગળના દિવસોમાં ચાલુ રહેશે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે, અમે ક્યારેય બલુચિસ્તાનની શાંતિને ભંગ થવા દઈશું નહીં.