મુંબઈ: બોલીવુડના જાણીતા નિર્માતા બોની કપૂરના પરિવારમાં હાલમાં એકદમ ખુશીનો માહોલ જોવા મળી છે. બોની કપૂરની દીકરી અને જાણીતા બોલીવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે લગ્ન કરી લીધા છે. અંશુલાએ સોશિયલ મીડિયા પર પોતાના ખાસ મિત્ર રોહન ઠક્કર સાથેનો એક સુંદર ફોટો શેર કરીને તેના ફેન્સ સાથે એક ગુડ ન્યુઝ શેર કર્યા છે. મળતી માહિતી અનુસાર અંશુલા કપૂરે રોહન ઠક્કર સાથે એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા છે.
સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો
અંશુલા કપૂરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રોહન ઠક્કર સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને વેડિંગ આઉટફિટમાં દેખાઈ રહ્યા છે. કપૂર પરિવારના સભ્યો આ જોડીને સતત અભિનંદન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંશુલા અને રોહન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે તેમણે પોતાના સંબંધને એક નવું નામ આપ્યું છે.
પરિવાર અને મિત્રોની હાજરી
અંશુલા અને રોહાનની આ વેડિંગ સેરેમની ખૂબ જ પ્રાઈવેટ રાખવામાં આવ્યો હતો, જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા. અંશુલા કપૂર હંમેશા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, તેથી જ આ આખો કાર્યક્રમ અત્યંત ખાનગી રાખવામાં આવ્યો હતો.
હાલમાં અંશુલાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ
કોણ છે રોહન ઠક્કર?
વાત કરીએ બોની કપૂરનો જમાઈ રોહન ઠક્કર કોણ છે એની તો કપૂર ખાનદાનનો જમાઈ રોહન ઠક્કર વ્યવસાયે એક લેખક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. બંનેની જોડી સોશિયલ મીડિયા પર ઘણીવાર ચર્ચામાં રહેતી હતી અને હવે તેમના લગ્નના સમાચાર સાંભળીને બોલીવુડના સેલેબ્સ પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.