Sun Sep 06 2026

Logo

સીરિયાની રાજધાની દમાસ્કસમાં સિરિયલ બ્લાસ્ટ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંની હોટલની બહાર બોમ્બ વિસ્ફોટ

Damascus   2026-07-07 15:39:41
Author: Mumbai Samachar Team
સીરિયાની રાજધાની દમાસ્કસમાં સિરિયલ બ્લાસ્ટ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંની હોટલની બહાર બોમ્બ વિસ્ફોટ

Yamam Al Shaar/REUTERS


દમાસ્કસ: સીરિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની મુલાકાત દરમિયાન રાજધાની દમાસ્કસમાં જોરદાર વિસ્ફોટ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર  કે આ વિસ્ફોટ મેક્રોનની હોટલની નજીક જ થયો છે. સુરક્ષા સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિને વિસ્ફોટનો અવાજ સંભળાયો ન હતો. ફ્રાંસીસી રાષ્ટ્રપતિએ ત્યારબાદ સીરિયાના રાષ્ટ્રપતિ અહમદ અલ-શારા સાથે મુલાકાત કરી હતી. બશર અલ-અસદ સરકારના ગયા પછી સીરિયામાં રાજકીય સ્થિરતા આવી રહી હતી, પરંતુ આ ધડાકાએ ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કરી દીધા છે. સીરિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા છે.

અહેવાલ મુજબ, ફ્રાંસીસી રાષ્ટ્રપતિ કોઈપણ યુરોપિય દેશના પ્રથમ રાષ્ટ્રાધ્યક્ષ છે જે સીરિયાની મુલાકાતે પહોંચ્યા છે. વર્ષ 2024માં અલ-શારાએ અસદને હટાવીને સત્તાની કમાન સંભાળી હતી. વિસ્ફોટનો અવાજ આસપાસના વિસ્તારોમાં પણ સંભળાયો હતો અને ધુમાડો નીકળતો જોવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ બાદ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલ મુજબ, ફ્રાંસીસી રાષ્ટ્રપતિના સુરક્ષા કર્મચારીઓને આ અવાજ સંભળાયો ન હતો.

બોમ્બ વિસ્ફોટમાં 18 લોકો ઘાયલ

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે રસ્તાઓ પર લોહીના ડાઘ જોવા મળ્યા છે. વિસ્ફોટ બાદ એક ગાડીમાં આગ લાગી ગઈ હતી. અત્યાર સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. સીરિયાઈ મીડિયાના જણાવ્યા અનુસાર, આ ધડાકો 'ફોર સીઝન્સ' હોટલ નજીક થયો હતો જ્યાં ઇમેન્યુઅલ મેક્રોં રોકાયા છે. સીરિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આમાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા છે, જેમાં ચાર પોલીસકર્મીઓ પણ સામેલ છે. 

એક સુરક્ષા અધિકારીએ સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે આ બ્લાસ્ટ જે વિસ્તારમાં થયો છે, તે સામાન્ય નાગરિકો રહે છે. તેમણે આને એક ગુનાહિત કૃત્ય ગણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ ધડાકો પર્યટન મંત્રાલયની નજીક થયો છે, જ્યાં ઇમેન્યુઅલ મેક્રોન 'ફોર સીઝન્સ' હોટલમાં રોકાયા છે. મેક્રોનની ઓફિસે જણાવ્યું છે કે આ ધડાકાથી તેમની મુલાકાત પર કોઈ અસર નથી પડી અને શિડ્યુઅલ મુજબ જ ચાલી રહી છે.