Tue Jul 07 2026

Logo

ફિલ્મ 'આવારાપન-2'નું નવું ગીત રિલીઝ, રીલ્સમાં વોઈસઓવર કરનાર આર્ટિસ્ટને કેવી રીતે મળ્યો ગીત ગાવાનો ચાન્સ?

2026-07-07 17:53:33
Author: Mumbai Samachar Team
Article Image

Awarapan 2 (Vishesh Films)


મુંબઈઃ ઈમરાન હાશમીની નવી ફિલ્મ 'આવારાપન-2' હવે રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા એક સરસ ગીત રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રિલીઝ થયાની ગણતરીની કલારમાં આ ગીતને 7 લાખની વધારે લાઈક્સ મળી ચૂકી છે. ફેન્સ આ ગીતના મ્યુઝિક કરતા શબ્દો પર આફરીન થઈ ગયા છે. ગીતના શબ્દોનું દર્દ સંગીતના માધ્યમથી મહેસૂસ કરી શકાય છે. આમ તો આ એક સેડ સોંગ છે પણ શબ્દોમાં સ્ટોરીનો ખાલીપો ભરી દેવામાં આવ્યો હોય એ રીતે ગીત સેટ કરવામાં આવ્યું છે. દિશા પટણી અને ઈમરાન હાશમીના ફેન્સને તો આ ગીત પસંદ પડી રહ્યું છે પણ સામાન્ય લોકો પણ ગીતને સાંભળીને દિલવાળુ ઈમોજી શૅર કરી રહ્યા છે. 

કેવી રીતે પહેલીવાર મળ્યો મોટો ચાન્સ?
સૌથી મોટી અને ખાસવાત તો એ છે કે, આ ગીતમાં જે અવાજ છે એ કોઈ સિંગર સેલેબ્સ નથી. ઈન્સ્ટાગ્રામની રીલ્સ પરથી આ અવાજ મેકર્સ સુધી પહોંચ્યો હતો. આ પછી ફિલ્મ મેકર્સે એનો સંપર્ક કરીને ગીત ગાવા માટેનો ચાન્સ આપ્યો છે. આ ગીત જાણીતા કંપોઝર મિથુને કંપોઝ કર્યું છે, જ્યારે અવાજ સુબોધ શર્માએ આપ્યો છે. 29 જુનના રોજ અગાઉની ફિલ્મ 'આવારપન'ની 19મી એનિવર્સરી હતી. આ દિવસે જ 'આવારાપન-2'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે નવું ગીત રિલીઝ કરવામાં આવતા ગીતને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ ગીતમાં ઈમરાનની આંખમાં કંઈક ગુમાવ્યાનું દર્દ જોઈ શકાય છે. ગીતમાં અગાઉના ફિલ્મનું ક્નેક્શન જોવા મળ્યું અને એક્ટ્રેસની ઝલક પણ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં ઈમરાન હાશમીનો એક અલગ લૂક અને અંદાજ જોવા મળી રહ્યો છે. જે રીતે ગીતમાં જોવા મળે છે એ રીતે ગીતમાંથી જ કોઈ ટર્નિંગ પોઈન્ટ હોય એવું હાલ લાગી રહ્યું છે. 

શું ખૂટતું હતું ગીતમાં?
પોતાના સંગીત સાથેના અલગ અંદાજ અને કંઈ નવું પ્રયોગ કરવા માટે જાણીતા સંગીતકાર મિથુને આ ગીતમાં સંગીતની પણ અલગ શૈલી રજૂ કરી છે. ગીતની સાથે બેગ્રાઉન્ડમાં ગિટારના ચોક્કસ કોર્ડ પ્લે થઈ રહ્યા છે. જે શબ્દને આગળ વેગ આપે છે. બીજી તરફ એકદમ થિયેટરની ફીલ કરાવે એવું સોફ્ટ ડ્રમ મ્યુઝિક ઈફેક્ટ સાથે સેટ કરવામાં આવ્યું છે. ઈમોશનલ ક્નેક્ટ કરીને દિલને ટચ કરી જાય એવું આ ગીત ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. સઈદ કાદરી નામના ગીતકારે 'આવારપન'ગીતના લખ્યા હતા, જેમા 'તેરા મેરા રિશ્તા', 'માહિયા', 'તો ફીર આઓ' જેવા સુપરહિટ ગીતનો સમાવેશ થાય છે. જેમાં માત્ર કોઈ અહેસાસ જ નહીં પણ એક સ્ટોરી ટેલિંગ પણ છે. 'વે ઝુનૂન' લખીને ગીતકાર કાદરીએ ફરી એકવાર એ મખમલી અહેસાસ કરાવી દીધો છે. કોઈ દર્દનું વર્ણન સંગીતમય રીતે થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આ ગીત પર વાત કરતા સંગીતકાર મિથુને જણાવ્યું હતું કે, 'આવારપન-2'નું મ્યુઝિક તૈયાર કરવા માટે એક યુનિક અવાજની જરૂર હતી. સંગીતના કારણે એક ઈમોશનલ દુનિયા ઊભી થાય છે. શબ્દો એને ક્નેક્ટ કરી જાય છે. 

આ રીતે ફાઈનલ થયો સિંગર
ગીતકાર કાદરીજી ખૂબ જ કશ્મક્શ ભરી પરિસ્થિતિમાં જે ફીલિંગ્સ હોય એને સરળ શબ્દોમાં લખી જાણે છે. આ શબ્દો જ્યારે કોઈ વાંચે કે ગાય ત્યારે એ શબ્દો એને પોતાના લાગે છે. આ ગીત માટે અમારે એક યુનિક અવાજની જરૂર હતી, જેમાં એક સંવેદનશીલતા અને મજબૂત મહેસૂસ થાય એવો ભાવ હતો. જ્યારે અમે પહેલીવાર સુબોધ શર્માને સાંભળ્યો એ સમયે આ અવાજ ગીત અને પરિસ્થિતિ માટે યોગ્ય હતો. આ મારા માટે સૌથી વધારે મહત્ત્વનું બની રહ્યું અને ગીત પણ બની ગયું. ફિલ્મના પ્રોડ્યુસર વિશેષ ભટ્ટે કહ્યું હતું કે,  'આવારપન' ગીતનું સંગીત એક આખી પેઢી માટે એક ઈમોનલ મેમરીઝનો એક પાર્ટ છે. 'આવારપન-2' માટે એ જ જાદુ ફરીવાર તૈયાર કરવા અમે મિથુનની પસંદગી કરી હતી.આ સાથે સઈદ કાદરીની એક સરસ શાયરીની પણ જરૂર હતી. ઝુનૂન એ જ ક્રિએટિવિટીનું બેસ્ટ પરિણામ છે. સુબોધની અવાજે એ શબ્દોને ઊંચાઈ આપી દીધી છે. ગીતમાં સુબોધે એ દરેક શબ્દને ન્યાય આપ્યો છે જે ન્યાય એક દર્દભર્યા ગીતને મળવો જોઈએ એમ હતો.