નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં અફઘાનિસ્તાનના ઊંચા કદના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શાપૂર ઝડ્રાનનું ગંભીર બીમારી સામે લડ્યા બાદ નિધન થયું છે જેને પગલે ક્રિકેટ જગતમાં શોકની લહેર ફરી વળી છે. તે 2009થી 2020 દરમ્યાન અફઘાનિસ્તાન વતી 44 વન-ડે અને 36 ટી-20 રમ્યો હતો. આઠમી જુલાઈ (બુધવારે) તેનો 39મો જન્મદિન છે, પરંતુ તેણે સાતમી જુલાઈ (મંગળવારે) અંતિમ શ્વાસ લીધા.
ઝડ્રાન (Zadran)નું ખૂબ ઓછી જાણીતી જીવલેણ બીમારી સામે ઝઝૂમ્યા બાદ અવસાન થયું છે. તેને હૅમોફેગોસાયટિક લીમ્ફોહિસ્ટિયોસાયટસિસ (HLH) નામની બીમારી હતી જેમાં તેની રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ વિપરીત અસર થઈ હતી અને એને કારણે તે ધીમે-ધીમે નબળો પડી જાય છે. તે ઘણા દિવસથી દિલ્હીની હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યો હતો. તે ઊંચા કદનો હતો અને આક્રમક રન-અપ સાથેની ઝંઝાવાતી બોલિંગ માટે જાણીતો હતો. લાંબા વાળને કારણે તે વધુ લોકપ્રિય થયો હતો. 2015માં અફઘાનિસ્તાને પહેલી જ વખત વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને ઝડ્રાને સ્કૉટલૅન્ડ વિરુદ્ધ મૅચમાં વિનિંગ રન બનાવીને અફઘાનિસ્તાનને રોમાંચક જીત અપાવી હતી.
A heartbreaking loss for Afghanistan cricket and the entire cricketing world.💔😭🇦🇫
— Afghanistan Cricket Memes (@cricketmemes97) July 7, 2026
Shapoor Zadran #ShapoorZadran pic.twitter.com/bYQ4nK73Ag
ગંભીર, સેહવાગની વિકેટ લીધી હતી
લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર શાપૂર ઝડ્રાન ભારત સામે જે બે ટી-20 રમ્યો એમાં તેણે ગૌતમ ગંભીર અને વીરેન્દર સેહવાગની વિકેટ લીધી હતી. જોકે ભારત સામેની વન-ડેમાં તેને વિકેટ નહોતી મળી. ઝડ્રાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 80 વિકેટ લીધી હતી.
Afghanistan Legend Shapoor Zadran Has Passed Away. He Played A Very Crucial Role In the Rise Of Afghanistan But Has Now Passed Away After A Long Battle With Illness. He Was In Hospital For Past 3-4 Months pic.twitter.com/Qkk1CIv7R2
— Aryan Goel 2.0 (@AryanGoelNew) July 7, 2026
ક્રિકેટ જગતમાં શોકની લહેર
શાપૂર ઝડ્રાનના અવસાનના સમાચાર વાઇરલ થતાં ક્રિકેટજગતમાંથી અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને અને એ દેશના ટોચના ખેલાડીઓને શોક વ્યક્ત કરતા મૅસેજિસ મળવા લાગ્યા છે. ઝડ્રાનને જાન્યુઆરીમાં દિલ્હીની હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. રાશીદ ખાન સહિત અફઘાનિસ્તાનના ખેલાડીઓ ભારત પ્રવાસ દરમ્યાન તેને હૉસ્પિટલમાં મળવા ગયા હતા.