કરાંચી: જમ્મુ કાશ્મીરમાં સેના સાથેની અથડામણમાં માર્યા ગયેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીની 10મી પુણ્યતિથિ પર પાકિસ્તાનના કરાંચીમાં ટોચના આતંકવાદી કમાન્ડરોની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં ભારત વિરોધી ષડયંત્ર રચવામાં આવ્યું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.
બેઠકનો એજન્ડામાં કાશ્મીર ખીણમાં આતંકી પ્રવુતિ વધારવાનો
આ અંગે મળતી માહિતી મુજબ આ બેઠક 5 જુલાઈના રોજ લશ્કર-એ-તૈયબાની રાજકીય પાંખ પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગના મુખ્યાલયમાં યોજાઈ હતી. આ બેઠકમાં અલગ અલગ જૂથના આતંકવાદીઓ હાજર રહ્યા હતા. આ બેઠકનો એજન્ડામાં કાશ્મીર ખીણના ભાગોમાં મોટા હુમલા કરવા માટે યુવાનોને શસ્ત્રો પૂરા પાડવાનો હતો.
બુરહાન વાનીના નામે યુવાનોને ઉશ્કેરવાની યોજના
આ બેઠકમાં મહેદી ઇશાકે સૌ પ્રથમ લશ્કર આતંકવાદી હાફિઝ સઈદનો સંદેશ વાંચીને સંભળાવ્યો હતો. જેમાં બુરહાન વાનીના નામે કાશ્મીર ખીણમાં યુવાનોને ફરી એકવાર ઉશ્કેરવાની વ્યાપક યોજનાની રૂપરેખા આપવામાં આવી હતી.
કાશ્મીર ખીણમાં સ્લીપર સેલને સક્રિય કરવા માટે બ્લુપ્રિન્ટ
આ બેઠકમાં આતંકવાદી સંગઠનોએ કાશ્મીર ખીણમાં સ્લીપર સેલને સક્રિય કરવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. હાફિઝના સંદેશમાં ખાસ કરીને આતંકવાદીઓને 8 જુલાઈના રોજ કાશ્મીર ખીણમાં હુમલો કરવાની યોજનાની જવાબદારી સોંપવામાં આવી હતી.