Wed Aug 26 2026

Logo

સેરેના 20 વર્ષની હરીફ સામે હારી અને પછી ઈજા પામી

London   2026-07-01 22:35:00
Author: Ajay Motiwala
સેરેના 20 વર્ષની હરીફ સામે હારી અને પછી ઈજા પામી

લંડનઃ અહીં ટેનિસ જગતની સૌથી મોટી સ્પર્ધા વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપમાં મંગળવારે 44 વર્ષની સેરેના વિલિયમ્સ ચાર વર્ષ પછીના કમબૅકમાં 20 વર્ષની ઑસ્ટ્રેલિયાની માયા (Maya) જૉઇન્ટ સામે પ્રથમ રાઉન્ડમાં 3-6, 7-6 (8-6), 3-6થી પરાજિત થઈ હતી, પણ ઘૂંટણમાં ઈજા થઈ હતી. જોકે સેરેના મોટી બહેન વીનસ સાથેની ડબલ્સની મૅચ રમવા આશાવાદી છે.

સેરેના 2022 પહેલાંની શાનદાર કરીઅરમાં કુલ 23 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી હતી જેમાંથી સાત ટ્રોફી વિમ્બલ્ડનની હતી. વિમ્બલ્ડનના આયોજકોએ સેરેનાને આ વખતે વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી આપી હતી.

દરમ્યાન પુરુષ વર્ગમાં વર્લ્ડ નંબર-વન યાનિક સિનરે ભારે સંઘર્ષ બાદ નુનો બોર્જિસ સામે 7-6 (7-4), 7-6 (7-2), 6-4થી વિજય મેળવ્યો હતો. પોર્ટુગલના બોર્જિસનો વિશ્વમાં 48મો નંબર છે.

જાપાનની નાઓમી નવા રૂપમાં

જાપાનની ટેનિસ પ્લેયર નાઓમી ઓસાકા ઇંગ્લૅન્ડની કાળઝાળ ગરમીમાં પોતાના દેશની પરંપરા પર આધારિત સફેદ રંગના ભિન્ન ડિઝાઇનના ડ્રેસ પહેરીને રમે છે. બીજા રાઉન્ડમાં અનાસ્તાસિયા ગૅસનોવાને 6-3, 6-2થી હરાવી હતી. પ્રથમ રાઉન્ડમાં તેણે પરંપરાગત કિમોનો સ્ટાઇલના ડ્રેસમાં રમવા આવીને સૌને ચોંકાવી દીધા હતા. તેનો આ વાઇટ ડ્રેસ ટોક્યોના જાણીતા ડિઝાઈનર હાના યાગીએ તૈયાર કર્યો હતો. એ રાઉન્ડમાં તેણે એલ્સા જૅક્વેમૉટને હરાવી હતી.