મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શ્રેયસ ઐય્યરની બહેન હવે ટીવી પદડે ચમકી રહી છે. નાના પદડાના માધ્યમ પર એક એન્ટ્રી કરીને હવે તે ગ્લમરવર્લ્ડમાં એન્ટ્રી કરી ચૂકી છે. શ્રેષ્ઠા નેટફ્લિક્સ પર ચાલતા શૉ લોકઅપમાંથી આઉટ થઈ ચૂકી છે. ટૂંક જ સમયમાં શ્રેષ્ઠાએ ટીવીના રીયાલિટી શૉનો અનુભવ કરી લીધો. શ્રેષ્ઠાએ લોકઅપ શૉમાંથી બાહર આવીને જણાવ્યું કે, હું ખુશ છું કે, મને નેટફ્લિક્સ સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો. હું આ શૉ માટે પ્રોપર પર્સન હતી જ નહીં. મને આઉટ થવા પર કોઈ અફસોસ નથી.
ક્રિકેટર ભાઈએ આપી મસ્ત સલાહ
આ શૉમાંથી બાહર થયા બાદ જ્યારે શ્રેષ્ઠાને ભાઈ સાથે કોઈ વાતચીત મુદ્દે સવાલ કરવામાં આવ્યા એ સમયે શ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે, ભાઈએ મને સલાહ આપી હતી કે, એલર્ટ રહેવાનું અને ખોટી કોઈ ઉશ્કેરણીમાં ફસાવવાનું નહીં. મારી એની સાથે કોઈ ખાસ વાતચીત થઈ નથી પણ મેં જ્યારે વાત કરી ત્યારે એ પોતાની મેચ રમવા માટે જઈ રહ્યો હતો. હું એની સ્પેસ અને તેના એક ઝોનનું સન્માન કરૂ છું.કારણ કે, દેશ માટે દેશની ટીમમાંથી રમવું એક મોટી વાત છે. હું આવી કોઈ વાતથી એને પરેશાન કરવા માગતી નથી. એ પહેલા મારો ભાઈ છે અને પછી તે ક્રિકેટર છે. એ હંમેશા મારૂ માર્ગદર્શન કરે છે, મને સપોર્ટ કરે છે અને એટલા માટે જ મને થયું કે મારે એને વાત કરવી જોઈએ.
શું બોલ્યો ઐય્યર?
શ્રેષ્ઠા સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, શ્રેષ્ઠા એકવાર જોઈ લે, જો તને યોગ્ય લાગે તો એ કરવું જોઈએ, તારા માટે યોગ્ય છે કે નહીં એનો તું જ સારી રીતે વિચાર કરી શકે. શ્રેષ્ઠાએ પોતાની વાત આગળ કહેતા ઉમેર્યું હતું કે, એ હંમેશા મારી વાતને લઈને પોઝિટિવ રહ્યો છે. એકવાત મને એની યાદ છે કે તેણે કહ્યું હતું કે, ખોટી કોઈની પણ ઉશ્કેરણીમાં આવવું જોઈએ નહીં. શ્રેષ્ઠા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.રીલ્સ પર તેને ખૂબ સારો પ્રતિસાદ મળે છે. જ્યારે IPLની મેચ ચાલી રહી હતી એ સમયે તે સૌથી વધારે ટ્રોલ થઈ હતી. પણ એનાથી તેને કોઈ પ્રકારનો ફેર પડતો નથી. શ્રેષ્ઠા સમયાંતરે પોતાની એક્ટિવિટીના ફોટો શૅર કરીને યુઝર્સને એંગેજ રાખે છે. એના ફોલોઅર્સ પણ એમને દમદરા પ્રતિક્રિયા આપતા હોય છે. બીજી બાજુ ક્રિકેટ ટીમમાં શ્રેયસ સારૂ એવું પ્રદર્શન કરી રહ્યો છે.