Tue Jul 07 2026

Logo

ફિલ્મ 'સતલુજ' અલગ નામથી રિલીઝ કરી દેવાતા સરકારે મુદ્દાને ગંભીરતાથી લીધો, સેન્સરબોર્ડે કર્યો મહત્ત્વનો ઘટસ્ફોટ

2026-07-07 20:11:18
Author: Mumbai Samachar Team
Article Image

Satluj Movie


મુંબઈઃ ઘણી બધી એવી ફિલ્મો હોય છે જેની સામે સેન્સરબોર્ડ એક્શન લે છે, ઘણીવાર સત્યઘટનાથી પ્રેરિત કે સત્યઘટનાથી નજીક રહેલા કિસ્સાઓ પર જ્યારે ફિલ્મ તૈયાર થાય છે એમાં તથ્યોને લઈને ઘણીવાર વિવાદ થાય છે. હવે દિલજીત દોસાંજની ફિલ્મ 'સતલુજ' ના કોન્ટેટને લઈને મામલો વિવાદમાં આવ્યો છે. આ માટે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે ફિલ્મ માટે હાઈ લેવલ ઈન્ટર ડિપાર્ટમેન્ટ કમિટી તૈયાર કરી છે. હાલમાં પંજાબમાં એક માનવાધિકાર કાર્યકર્તા લાપતા થઈ ગયા છે એના પર સમગ્ર ફિલ્મ કેન્દ્રીત છે. આ કમિટીનું નિર્માણ સોમવારે કરવામાં આવ્યું પછી સમગ્ર વિવાદને વધારે વેગ મળ્યો હતો. 

આખરે શું છે આખો મામલો?
પંજાબના માઈલસ્ટોન સિંગર અને એક્ટર 'પંજાબ 95' નામની એક ફિલ્મ તૈયાર કરી હતી જેમાં સેન્સર બોર્ડ પાસે કોઈ કારણોસર આ ફિલ્મ અટકી રહી, આ પછી ફિલ્મ 'સતલજ' શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રિમ કરવામાં આવી પણ બે દિવસ બાદ જ આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પરથી દૂર કરી દેવામાં આવી. ખરેખર તો આ ફિલ્મ પંજાબના એક સમયના જાણીતા એક્ટિવિસ્ટ જસવંતસિંહ ખાલરા પર આધારિત છે. જેને વર્ષ 1984થી વર્ષ 1994 સુધી પંજાબમાં અજાણ્યા મૃતદેહના અંતિમસંસ્કારની તપાસ કરી હતી. વર્ષ 1995માં એમનું અપહરણ થયું એ પછી તેઓ ક્યારેય જોવા મળ્યા જ નથી. આખી વાર્તા આના પર છે. આ ફિલ્મમાં જસવંતસિંહ ખાલરાનો રોલ દિલજીત દોસાંજે પ્લે કર્યો છે. સરકારે સુરક્ષાનો મુદ્દો આગળ કરીને આ ફિલ્મને ઓટીટી પર સ્ટ્રિમ થવા પર રોકી લીધી છે. હવે સમગ્ર કોન્ટેટની તપાસ કર્યા બાદ જ સ્ટ્રિમ કરવામાં આવશે. 

ઓટીટી પર નહીં મળે ફિલ્મ
જ્યારે સમગ્ર ફિલ્મને ઓટીટી પરથી હટાવી દેવામાં આવી એ સમયે દિલજીતે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું.પણ લોકોને ખાતરી આપતા કહ્યું હતું કે, જ્યારે પણ ફિલ્મ જોવાનો ચાન્સ મળે તો એકવાર આ ફિલ્મ અવશ્ય જોઈ લેજો. ઝી5 પર આ ફિલ્મ સ્ટ્રિમ કરવામાં આવી હતી આ સાથે ફિલ્મની પાયરેસનું સમર્થન ન કરવા પર અપીલ કરી હતી.સમગ્ર મામલે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે, આ ફિલ્મ માટે જરૂરી એવા પ્રમાણપત્રોની પ્રક્રિયા ફિલ્મે પૂરી કરી ન હતી. આ પ્રમાણપત્ર વગર ફિલ્મને સ્ટ્રિમ કરી દેવામાં આવી હતી. આ મામલે ઝી5 ઓટીટીએ પણ ખાતરી આપી કે, આ ફિલ્મ માટે આગળ કોઈ આદેશ નહીં મળે ત્યારે સુધી ફિલ્મને ભારતમાં કોઈ રીતે સ્ટ્રિમ કરી શકાશે નહીં. મંત્રાલયે ઉમેર્યું કે, ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવા માટે જે જરૂરી પ્રમાણપત્ર જોઈએ એ ન હતા. ફિલ્મ સજલુજના મેકર્સે વર્ષ 2022માં આના ઓરિજિનલ ટાઈટલ પંજાબ 95 અંતર્ગત સેન્સર સર્ટિફિકેટ માટે એપ્લિકેશન આપી હતી.

100થી વધારે ક્ટસ કરવાના આદેશ
એ પછી સેન્સર દ્વારા કુલ 127 કટને લઈને સલાહ આપવામાં આવી, પણ મેકર્સે આ વાતનો કોઈ રીતે સ્વીકાર ન કર્યો. એ પછી કટ વગર જ ફિલ્મને રિલીઝ કરી દીધી. ફિલ્મ મેકર્સ સજેસ્ટ કરવામાં આવેલા કોઈ કટ પર કાર્યવાહી કરતા ન હતા.અંતે નવા ટાઈટલ સાથે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી દેવામાં આવી. ઓટીટી પ્લેટફોર્મ સેન્સર બોર્ડના દાયરામાં આવતું નથી. આ મુદ્દો સરકારના ધ્યાને આવ્યો છે એટલા માટે ઓટીટી પ્લેટફોર્મ પરથી દૂર કરવા માટેની વાત આવી છે. જોકે આ ફિલ્મે હવે ફેન્સની ઉત્સુકતા વધારી દીધી છે. આખરે એક મિસિંગ કેસમાં એવું તે શું છે જેને લઈને સરકારે અચાનક આ અંગે અણધાર્યા પગલાં લીધા છે. આ ફિલ્મને લઈને લોકો અનેક એવી હકીકતને સર્ચ કરી રહ્યા છે.