Tue Jul 28 2026

Logo

આ સપ્તાહમાં ઓટીટી પર ધૂમ મચાવશે સાઉથની આ 8 નવી ફિલ્મો અને વેબ સિરીઝ

2026-07-28 15:42:20
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોના શોખીનો માટે આ સપ્તાહ મનોરંજનથી ભરપૂર રહેવાનું છે. આ અઠવાડિયે ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર કોમેડી, રોમેન્ટિક ડ્રામા, સાયકોલોજિકલ થ્રિલર અને મિસ્ટ્રી શૉનો મોટો ધમાકો થવા જઈ રહ્યો છે, જે ફિલ્મના ચાહકોને પૂરતું મનોરંજન પૂરું પાડશે. આ ફિલ્મોમાં સાઉથ ઓટીટી લાઈન અપમાં દર્શકો માટે કોમેડી ફિલ્મોથી લઈને હોરર અને સસપેન્સ થ્રિલર ફિલ્મો સામેલ છે.  તો જાણીએ આ અઠવાડિયામાં ઓટીટીના તમામ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી ફિલ્મો અને તેના શોઝની યાદી વિશે..

'દીવાના' 
આ ફિલ્મમાં એક લોઅર મિડલ ક્લાસના 'મુન્ના'ના પાત્રની સ્ટોરી રજૂ કરવામાં આવી છે. જે બેરોજગાર છે અને કોઈપણ પ્રકારના લક્ષ્ય વગર પોતાનું જીવન વિતાવી રહ્યો હોય છે. ત્યારે તેને એક અમૂલ્યા નામની એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે, જે વર્કિંગ લેડી હોય છે. ત્યાર બાદ તેનું જીવન એક નવો વળાંક લે છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મને શ્રીકાંત સંગીશેટ્ટી એ ડાયરેક્ટ કર્યું છે અને તેમાં હર્ષિત આર, સ્નેહા મણિમેલાઈ, નરેશ વિજય કૃષ્ણા અને જીવન કુમાર મહત્વના પાત્રોમાં જોવા મળશે. આ તેલુગુ ભાષાની ફિલ્મ 31 જુલાઈએ ઓટીટી પર રિલીઝ થશે. 

'ભુવનમ ગગનમ'
આ ફિલ્મનું નિર્દેશન ગિરીશ મુલિમનીએ કર્યું છે. આ રોમેન્ટિક ડ્રામામાં પ્રમોદ પંજુ, પૃથ્વી અંબર, રેચલ ડેવિડ, પોન્નુ અશ્વથી અને શરથ લોહિતસ્વાએ મહત્વનો રોલ ભજવ્યો છે. કન્નડ ભાષાની આ ફિલ્મ પણ 31 જુલાઈએ ઓટીટી પર રિલીઝ થશે. 

'હાર્ટ બીટ' સીઝન 3 
'હાર્ટ બીટ'ના ત્રીજી સિઝનમાં દીપા બાલુ, અનુમોલ, ચારુકેશ એમ અને કાર્તિક કુમાર જોવા મળશે. આ વેબ સિરીઝને દિપક સુંદરરાજન, અબ્દુલ કબીજ અને ચિદમ્બરમ મણિવન્નએ બનાવી છે. તમિલ ભાષાનો આ રોમેન્ટિક મેડિકલ ડ્રામા 30 જુલાઈએ સ્ટ્રીમ કરી શકાશે. 

'બાલન: ધ બોય'
ચિદમ્બરમના નિર્દેશનમાં બનેલી આ મલયાલમની સાઈકોલોજિકલ થ્રિલર ડ્રામા ફિલ્મમાં કેઆર, ફરઝાના પલાથીંગલ, મોહમ્મદ જીનન, જિન પોલ લાલ, ડોલી જૂન, ગિરિધ એડી અને  બીના એન્ટની જોવા મળશે. જયારે ટોવીનો થોમસ કેમિયો ભૂમિકામાં છે. આ ફિલ્મ 3 જુલાઈએ રિલીઝ થશે. 

'આઝાદી 501'
આ એક વેબ સિરીઝ છે, જે સ્માર્ટ ફોનથી જોડાયેલા એક સ્કેમ અને અનેક લોકોના જીવન પર તેની અસરની સ્ટોરી છે. આ શૉમાં તેજા કલ્વકોટા, હર્ષ વર્ધન, ગીત ભાસ્કરે મહત્વના પાત્રો ભજવ્યા છે. આ તેલુગુ થ્રિલર 29 જુલાઈએ જોઈ શકાશે. 

'લવ ઓહ લવ'
'લવ ઓહ લવ'ની સ્ટોરી રઘુવરનની છે, જે પોતાની ગર્લફ્રેન્ડ અવંતિકાને ખુશ કરવા માટે દરેક શક્ય પ્રયત્નો કરે છે, પરંતુ આખરે તે દેવામાં ડૂબી જાય છે ત્યાર બાદ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરે છે. આમાં વિજયકુમાર, રામ્યા, અશ્વથ અને સૌંદર્યાએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું નિર્દેશન મેશ રાજેન્દ્રને કર્યું છે. 

'ચિન્ના ચિન્ના આસઈ'
આ મલયાલમ ડ્રામા ફિલ્મ ઈન્દ્રસ, મધુ શાહ, અપર્ણા બાલમુરલી, થંબી રમૈયા, કાલી વેંક્ટ, વિષ્ણુ અગસ્ત્ય અને વર્ષા વાસુદેવએ દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મની સ્ટોરી તંજાવુરની રહેવાસી લીલાની છે. જે એક શાંત સ્વભાવની મહિલા છે. પોતાના ટ્રાવેલ ગૃપથી છુટા પડ્યા બાદ તે વારાણસીમાં એકલી પડી જાય છે. જ્યાં તેની મુલાકાત કેરળના એક ખુશમિજાજી સ્કૂલ ટીચર, માધવન માસ્ટર સાથે થાય છે. જે અજાણ્યા શહેરમાં ફરવામાં તેની મદદ કરે છે. 

'ઓબ્જેક્શન માય લોર્ડ!'
શ્રીકાંત મેક, મુકેશ ઋષિ, અનન્યા શર્મા, સ્નેહલ અને સમીર સ્ટારર તેલુગુ મિસ્ત્રી ડ્રામા 'ઓબ્જેક્શન, માય લોર્ડ!'નું દિગ્દર્શન સંતોષ અય્યપનએ કર્યું છે. આ ફિલ્મ 31 જુલાઈએ જોઈ શકાશે.