Wed Sep 09 2026

Logo

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે: હવે 'મિસિંગ લિંક' નહીં, 'કનેક્ટિંગ લિંક' તરીકે ઓળખાશે આ નવો હાઈવે

2026-05-18 21:42:00
Author: Mumbai Samachar Team
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે: હવે 'મિસિંગ લિંક' નહીં, 'કનેક્ટિંગ લિંક' તરીકે ઓળખાશે આ નવો હાઈવે

મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરના મિસિંગ લિંક પ્રોજેક્ટનું નામ આખરે કનેક્ટિંગ લિંક રાખવામાં આવ્યું છે. કનેક્ટિંગ લિંક નામ હવે મિસિંગ લિંક પરના ટનલના પ્રવેશદ્વાર પરના ડિજિટલ બિલબોર્ડ પર ઝળકી રહ્યું છે. હવે આ પ્રોજેક્ટ મિસિંગ લિંક નહીં,પણ કનેક્ટિંગ લિંક તરીકે ઓળખવામાં આવશે. આ ફેરફાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સૂચના મુજબ કરવામાં આવ્યો છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસ વેની ક્ષમતા વધારવા અને ટ્રાફિક ઘટાડવા મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમએ ખોપોલીથી કુસગાંવ સુધી 13.3 કિમીનો નવો રસ્તો બનાવ્યો છે. આ રસ્તો અત્યાર સુધી મિસિંગ લિંક તરીકે ઓળખાતો હતો.

પાયાની સગવડોની વ્યાખ્યામાં ખૂટતી કડી બે મહત્વપૂર્ણ રસ્તા અથવા હાઇવેને જોડતો મુખ્ય ભાગ હોય છે. નવી ટનલ અથવા પુલ બનાવ્યા બાદ બંને માર્ગ જોડાય  છે અને મુસાફરીનું અંતર અને સમય ઓછો થાય છે. ખોપોલીથી કુસગાંવને સીધો જોડતો હાઇવે પરનો 13.3 કિલોમીટર લાંબો વિભાગને ખૂટતી કડી તરીકે ઓળખવામાં આવ્યો હતો. અને પાછળથી આ પ્રોજેક્ટ જ ખૂટતી કડી બની ગયો. આ ખૂટતી કડી મુંબઈ-પુણે મુસાફરીનો સમય 30 મિનિટ ઘટાડશે અને મુસાફરીને સરળ બનાવશે. 

એનું ઉદ્ઘાટન પહેલી મેએ કરવામાં આવ્યું ત્યારે દેવેન્દ્ર ફડણવીસે તેને ખૂટતી કડી નહીં પણ વિકાસ અને પ્રગતિની જોડતી કડી ગણાવી હતી. મુખ્ય પ્રધાનના આદેશ અનુસાર મિસિંગ લિંકનું નામ હવે કનેક્ટિંગ લિંક રાખવામાં આવ્યું છે.