Sat Apr 18 2026

Logo

પાલિકાના ૧૨૨ એન્જિનિયર્સની બદલી રદ: ભ્રષ્ટાચારના આરોપ બાદ આંતરિક બદલી પ્રક્રિયા વધુ પારદર્શક કરવા સમિતીની સ્થાપના

2026-04-18 20:36:03
Author: Sapna Desai
Article Image

Gemini Genrated


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકામાં હવેથી ખાતા અંતર્ગત એન્જિનિયરોની બદલી પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાના તરફથી વિશેષ સમિતીની સ્થાપના કરવામાં આવી છે. એન્જિનિયરિંગ એન્ડ સર્વિસના ડાયરેકટરની અધ્યક્ષતામાં આ સમિતી ટ્રાન્સફર બાબતે નિર્ણય લેશે. 
આ નિર્ણય પાલિકામાં એન્જિનિયરોની બદલીમાં થયેલા કથિત ગેરવ્યહારની ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે.  પાલિકા પ્રશાસને એ સાથે જ ૧૨૨ એન્જિનિયરોની બદલી પણ રદ કરી હતી. આ બદલીઓ ઑક્ટોબર, ૨૦૨૫ કરવામાં આવી હતી. એન્જિનિયરોની બદલીમાં કથિત ગેરવ્યહાર અને ટ્રાન્સફર માર્કેટના આરોપને કારણે પાલિકાએ ટ્રાન્સફર પ્રક્રિયામાં પારદર્શતા લાવવાનો  નિર્ણય લીધો છે.
 
ભવિષ્યમાં બદલી પ્રક્રિયાના અનુસંધાનમાં રાજ્ય સરકારની માફક સોફ્ટવેર વિકસીત કરવામાં આવશે, તેના માધ્યમથી એન્જિનિયરોની બદલી પ્રક્રિયા ઓનલાઈન પદ્ધતિએ પાર પાડવામાં આવશે, જેથી કરીને બદલી પ્રક્રિયામાં પારદર્શકતા રહેશે. નોંધનીય છે કે પાલિકાના વિવિધ ખાતામાં લગભગ ૪,૫૦૦ એન્જિનિયર કામ કરે છે.