મુંબઈ: મુંબઈના મહત્વાકાંક્ષી કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ફરી એક વખત ચર્ચાનું કારણ બન્યો છે. હવે લોટસ જેટ્ટીથી સમુદ્ર મહેલ સુધીના 320 મીટર લાંબા વિહારપથ (પ્રોમેનેડ) અને સાઇકલ ટ્રેકના નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. જેના માટે 9 કરોડ 64 લાખ જેટલા ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. અચાનક નવા કામને આપેલી મંજૂરીને કારણે વિપક્ષને ગંભીર સવાલ ઊભા કર્યાં છે.
મુંબઈની કોસ્ટલ રોડ યોજના ફરી ચર્ચામાં આવ્યો છે, તેનું કારણ તેમાં વધી રહેલો વધુ એક ખર્ચ છે. હવે લોટસ જેટ્ટીથી સમુદ્ર મહેલ સુધી 320 મિત્ર જેટલો લાંબો વિહાર ટ્રેક અને સાઇકલ ટ્રેકનું નિર્માણ કાર્ય શરુ કરવામાં આવી રહ્યું છે, જેમાં આ નિર્માણ કાર્ય માટે 9 કરોડ 64 લાખ જેટલા ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ પરિયોજનાના નિર્માણનું કાર્ય અંતિમ ચરણમાં જ હતું, તેવામાં ફરી એક નવા કાર્યને મંજૂરી આપવામાં આવી છે.
આ નવો પ્રોજેક્ટ યાદીમાં સામેલ નહોતો, આ નિર્માણ કાર્યનો ઉલ્લેખ પણ નહોતો. બીએમસીના કહેવા મુજબ આ નિર્માણકાર્ય રાહદારીઓ, સાઇકલચાલકો અને ઈમરજન્સી સેવાઓની અવરજવર સરળતાથી થઇ શકે તે માટે કરવામાં આવશે, જેથી કોસ્ટલ રોડનો ઉપયોગ સુરક્ષિત અને સુવિધાપૂર્ણ બની જશે.
અચાનક કામ વધવાથી નિર્માણ કાર્ય માટે ભારણ વધશે
કોસ્ટલ રોડની નિર્માણ પરિયોજનામાં એક વધુ પ્રોજેક્ટના લીધે ખર્ચમાં પણ વધારો જોવા મળશે. આ પરિયોજનાનું નિર્માણ કાર્ય છેલ્લા ચરણમાં હતું, હવે નવા કાર્યો જોડવામાં આવી રહ્યા છે, એવામાં ખર્ચ વધવાના લીધે પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. વિપક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવી રહ્યા છે, કે આ કાર્ય કેમ શરૂઆતમાં સામેલ ના કરવામાં આવ્યા ? આ વધારાના ખર્ચની અસર કર ભરનારા સામાન્ય નાગરિકો પર પડશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ 320 મીટર લાંબા આ વિહારપથ (પ્રોમેનેડ) અને સાઈકલ ટ્રેકથી મુંબઈના રહેવાસીઓને સમુદ્ર કિનારાનો અનોખો લ્હાવો મળશે, જેમાં તેઓને વોકિંગ અને સાઈકલિંગનો અનોખો અનુભવ પ્રાપ્ત થશે.