અનવર વલિયાણી
કુરાન શરીફ વિશેની માહિતીને ગયા અંકથી આગળ વધારીશું:
* કુરાને પાકમાં 12 જંગો જેમાં પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહેવસલ્લમ (સ.અ.વ.) સામેલ હતા તેનો ઝિક્ર (ઉલ્લેખ) છે.
* કુરાને પાકમાં આખરી વહી લખનાર હઝરત ઉબઈ ઈબ્ને કઅબ રદ્યિલ્લાહુ તઆલા અન્હો હતા.
* કુરાને પાકમાં વલીદ બિન મુગરાને હરામજાદો કહેલ છે. તેનો ગુનો હઝરત મુહંમદ (સ.અ.વ.)ની શાનમાં ગુસ્તાખીનો હતો.
* મસ્જિદે કિબ્લતૈન તે મસ્જિદ છે જેમાં કિબલા (ખાનાએ કાબા) બદલવાની આયત નાઝિલ થઈ. અડધી ઝોહર (બપોરે એક-સવ્વા એક વાગ્યે પઢવામાં આવતી) નમાઝ બૈતુલ મુકદ્સ અને અડધી નમાઝ ખાન-એ-કાબા તરફ એક જ સમયમાં પઢવામાં આવી.
* કુરાને પાકમાં 26 અમ્બિયાઓનો; પયગંબરોના ઝિક્ર (ઉલ્લેખ) આ ક્રમ અનુસાર થયેલ છે:
1. હઝરત આદમ (અલૈયહિ સલ્લામ (અ.સ.). 2. હઝરત ઈદીસ (અ.સ.), 3. હઝરત નૂહ (અ.સ.), 4. હઝરત લૂલ (અ.સ.), 5. હઝરત ઈબ્રાહીમ (અ.સ.), 6. હઝરત ઈસ્માઈલ (અ.સ.), 7. હઝરત ઈસ્હાક (અ.સ.). 8. હઝરત યાકૂબ (અ.સ.), 9. હઝરત યુસૂફ (અ.સ.), 10. હઝરત શૌએબ (અ.સ.), 11. હઝરત મૂસા (અ.સ.), 12. હઝરત હારૂન (અ.સ.), 13. હઝરત યસઅ (અ.સ.), 14. હઝરત ઝુલકિફલ (અ.સ.), 15. હઝરત હૂદ (અ.સ.), 16. હઝરત સ્વાલેહ (અ.સ.), 17. હઝરત દાવૂદ (અ.સ.), 18. હઝરત સુલેમાન (અ.સ.), 19. હઝરત ઐયૂબ (અ.સ.), 20. હઝરત ઈલ્યાસ (અ.સ.), 21. હઝરત યૂનૂસ (અ.સ.), 22. હઝરત ઝકરિય્યા (અ.સ.), 23. હઝરત યહયા (અ.સ.), 24. હઝરત ઉઝૈર (અ.સ.), 25. હઝરત ઈસા (અ.સ.) અને 26. હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.)
* એજ પ્રમાણે
* કુરાને પાકમાં 12 ફરિશ્તાઓ, અલ્લાહના દૂત; પ્રતિનિધિઓનો ઉલ્લેખ છે,
1. હઝરત જિબ્રઈલ અલયહિસ્સલામ (અ.સ.), 2. હઝરત મિકાઈલ (અ.સ.), 3. હઝરત હારૂત (અ.સ.) કે જેઓ આસ્માની ફરિશ્તાઓમાંથી છે. 4. મારૂત (અ.સ.) બે ફરિશ્તા છે. 5. રઅદ (અ.સ.) જેઓ તસ્બીહ, માળા (ઝિક્રે ઈલાહી) અને હમ્દે ઈલાહીમાં મશગૂલ રહે છે. 6. બર્ક (ચાર મ્હોંવાળા ફરિશ્તા છે), 7. માલિક (દોજખનો દારોગા છે), 8. સૈજલ (આમાલનામા, કર્મ પર મુકર્રર - નિયુક્ત છે), 9. કઈદ (બુરાઈઓ લખવા પર મુકર્રર છે), 10. જુલકરનૈન (એક ફરિશ્તાનું નામ છે), 11. રૂહ એક ફરિશ્તાનું નામ છે શરીરમાં મોટા છે. 12. સકીના: મોમીનો, ચૂસ્ત મુસલમાનોનાં દિલોને તસ્કીન, વહેચણી, ડિસ્ટ્રીબ્યુશન અને અમલ, વ્યવહાર, આચરણ, કર્મ, કામ, સત્તા અતા કરે છે.
* પવિત્ર કુરાનમાં 7 કબીલા, સંગઠનોના નામ આવેલ છે.
1. યાજૂજ, 2. આદ, 3. મધ્યન, 4. રોમ, 5. માજૂજ, 6. સમૂદ અને 7. કુરૈશ.
* કુરાને પાકમાં આવેલ કૌમના નામ: કૌમે નૂહ, કૌમે તબા, કૌમે ઈબ્રાહીમ,, અસ્હાબુલ અઈક, (કૌમ મધ્યન) અસ્હાબુર્રસ્સ (કૌમે સમુદ) અસ્હાબુલ ઉખદૂદ.
* કુરાને પાકમાં આવેલ બૂતોના નામ વદદ્, સવાઅ, યગૂસ, યઉક, નસર, લાત, ઉજજા, મનાત, અલરજજ, અલ જબત, તાગૂત, અર્રશાદ, બઅલ અને આજર.
* સૌથી પહેલાં કુરાને પાકને કિતાબી શકલ (રૂપ)માં જમા કરાવનાર હઝરત અબૂબક્ર સિદ્કિ રદ્યિલ્લાહો અન્હો હતા.
* હઝરત ઉસ્માનેગની રદ્યિલ્લાહો અન્હોને પાંચ અથવા સાત નુસ્ખા તૈયાર કરાવેલ.
* કુરાને પાકમાં પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમનાં 7 નામો આવેલ છે:
1. મુહંમદ, 2. અહમદ, 3. યાસીન, 4. મુઝમ્મિલ, 5. મુદ્સ્સિર, 6. અબ્દુલ્લાહ અને 7. તાહા.
* કુરાને પાકની સૂરતો (પ્રકરણો)ના હજજાજબિન યુસૂફે લખ્યા.
* કુરાને પાકમાં મદ (જે શબ્દોને ઉચ્ચારથી બોલાય) અને વક્ફ (ધર્માદા મિલકત)ની નિશાની ખલીલ ઈબ્ને અહમદ ફરાએદીએ લગાવી.
* કુરાને પાકમાં ત્રીસ પારા, ભાગ, અધ્યાય મમુન અબ્બાસીના સમયમાં અમલમાં આવ્યા. નિસ્ફ રૂબુઅ અને સુલુસ એટલે અડધો ભાગ, પા ભાગ અને પોણો ભાગ મામૂન અબ્બાસીના સમયમાં અમલમાં આવ્યું.
* કુરાને પાકમાં હઝરત ઉસ્માને ગની રદ્યિલ્લાહુ અન્હુ રમઝાન શરીફની નમાઝે તરાવીહ (રમઝાન માસમાં પંચગાના નમાઝ ઉપરાંત વધારાની નમાઝ)માં જેવી રીતે કુરાન શરીફ પેઢીને રૂકુઅ (અર્ધનમન) ફરમાવતા તેટલા હિસ્સાને રૂકુઅ કરાર (નમાઝ વખતે ઘૂંટણ પર હાથ મૂકી ઝૂકવું) આવ્યું.
* કુરાને પાક 25 ટકા સૂરએ અન્આમ, 50 ટકા સૂરએ કહફના વલ યતલફ પર, 75 ટકા સૂરએ જુમર ખતમ પર થાય છે અને 100 ટકા સૂરએ નાસ પર પૂર્ણ થાય છે.
સુજ્ઞ વાચકો! કુરાને પાકની 7 મંઝિલ કઈ કઈ છે? આખી રાતમાં એક રકાત (નમાઝનો એક હિસ્સો) આખું કુરાનનું વાંચન પૂર્ણ કરનાર ચાર વ્યક્તિઓ કોણ કોણ હતા? વગેરે માહિતી લેખના આવતા અંકના પાંચમા ને છેલ્લા ભાગમાં વાંચીશું અને અત્યંત સંશોધનપૂર્વક તૈયાર કરવામાં આવેલ આ લેખ પરથી કુરાન પાક વિશેની રસપ્રદ માહિતીથી પરિચિત થશું.
* * *
સાપ્તાહિક સંદેશ
- ‘હે લોકો! તમારી પાસે એક એવા પયગંબર (સ.અ.વ.) તશરીફ લાવ્યા છે જે તમારી જિન્સ (માનવ)માંથી છે કે જેમને તમારા નુકસાનની વાત ઘણી ભારે લાગે છે અને તમારા કલ્યાણ માટે ઘણાં જ આતુર છે.’
-અલ-કુરાન