Wed Sep 30 2026

Logo

ગેરકાયદે રેતી ખનન કેસમાં જરાંગેના સહાયક પરનો દંડ માફ કરવાનો વિવાદાસ્પદ આદેશ વહીવટી સમીક્ષા બાદ આખરે રદ

2026-09-28 18:33:52
Author: Mumbai Samachar Team
ગેરકાયદે રેતી ખનન કેસમાં જરાંગેના સહાયક પરનો દંડ માફ કરવાનો વિવાદાસ્પદ આદેશ વહીવટી સમીક્ષા બાદ આખરે રદ

મુંબઈ/જાલના: મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન કેસમાં મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરંગેના સહયોગીને રૂ. 4.90 કરોડના દંડમાંથી મુક્તિ આપતો આદેશ અધિકારીઓએ રદ કર્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ કાર્યવાહી સુધારેલા આદેશની વહીવટી સમીક્ષા બાદ કરવામાં આવી છે; અગાઉ કટારેને દંડની કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેસ જાલનાના અંબાડ તાલુકામાં શાષ્ટપિંપાલગાંવ અને ડોમલગાંવ ખાતે ગોદાવરી નદીના પટમાંથી લગભગ 2,000 બ્રાસ રેતીના ગેરકાયદેસર નિષ્કર્ષણ અને પરિવહન સાથે સંબંધિત છે. 

એપ્રિલ 2023માં તત્કાલીન સબ-ડિવિઝનલ ઓફિસરે 18 વ્યક્તિને દંડ ફટકાર્યો હતો જેમાં જરાંગેના આંદોલનની કોર કમિટીના સભ્ય સંજય નાનાસાહેબ કટારે પર રૂ. 4.9 કરોડનો દંડ પણ સામેલ હતો.

ત્યાર બાદ કટારેએ કાર્યવાહીમાં તેમના નામનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવતા તત્કાલીન તહસીલદારે દંડમાંથી તેમનું નામ દૂર કરી નવો આદેશ આપ્યો હતો.  એક સ્થાનિક રહેવાસીએ રાજ્યના મહેસૂલ પ્રધાનનો સંપર્ક કરી આ નિર્ણયને પડકાર્યો હતો.જાલના જિલ્લા વહીવટીતંત્રના નિર્દેશો બાદ તપાસ હાથ ધર્યા પછી તત્કાલિન તહસીલદાર અને સંબંધિત ગૌણ ખનીજ શાખાના અધિકારીઓની ભૂમિકા પર પ્રશ્નો ઉભા થયા હતા.