Thu Jul 23 2026

Logo

ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રમાં દારૂના ગેરકાયદે વેચાણ અને પરિવહન સંબંધિત 1 લાખ કેસ નોંધાયા

2026-07-10 17:14:52
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રના આબકારી વિભાગે ૨૦૨૩-૨૪થી લઈને અત્યાર સુધી દારૂના ગેરકાયદે ઉત્પાદન, વેચાણ અને પરિવહન સંબંધિત ૧,૦૦,૦૪૮ કેસ નોંધ્યા છે અને અત્યાર સુધીમાં ૭૨,૬૨૦ વ્યક્તિઓની ધરપકડ કરી છે, તેમ નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે વિધાનસભાને માહિતી આપી હતી.

ભાજપના ધારાસભ્ય અમિત સાટમ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં, આબકારી વિભાગનો હવાલો સંભાળતા પવારે જણાવ્યું હતું કે વિભાગે આ સમયગાળા દરમિયાન ૨૮૯ કરોડ રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત માલ અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી હતી.

વિભાગે ૨૦૨૩-૨૪માં ૨૯,૭૨૧ કેસ નોંધ્યા, ૨૦,૫૩૭ વ્યક્તિઓની ધરપકડ કરી અને ૬૯ કરોડ રૂપિયાની કિંમતની સામગ્રી જપ્ત કરી હતી. પ્રધાને જણાવ્યું હતું કે, ૨૦૨૪-૨૫માં વિભાગે ૩૦,૧૫૨ કેસ નોંધ્યા, ૨૧,૬૦૭ વ્યક્તિઓની ધરપકડ કરી અને રૂ. ૯૨ કરોડની કિંમતનો માલ જપ્ત કર્યો હતો.

પવારે કહ્યું કે, ૨૦૨૫-૨૬ દરમિયાન આબકારી વિભાગે ૩૧,૦૨૧ કેસ નોંધ્યા, ૨૩,૫૨૧ વ્યક્તિઓની ધરપકડ કરી અને રૂ. ૧૦૨ કરોડની કિંમતનો માલ જપ્ત કર્યો હતો. લેખિત જવાબ અનુસાર, ૧ એપ્રિલથી ૩૦ જૂન ૨૦૨૬ વચ્ચે વિભાગે ૯,૧૫૪ કેસ નોંધ્યા, ૬,૯૫૫ વ્યક્તિઓની ધરપકડ કરી અને રૂ. ૨૬ કરોડની કિંમતનો માલ જપ્ત કર્યો હતો.