Tue Sep 15 2026

Logo

વિધાન પરિષદની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચનારા બે નેતાની કૉંગ્રેસે કરી હકાલપટ્ટી

2026-06-05 19:08:54
Author: Vipul Vaidya
વિધાન પરિષદની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચનારા બે નેતાની કૉંગ્રેસે કરી હકાલપટ્ટી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર કોંગ્રેસે શુક્રવારે છેલ્લી ઘડીએ વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવા બદલ બે ઉમેદવારોની પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી. પાર્ટીએ વર્ધા-ચંદ્રપુર-ગઢચિરોલીના ઉમેદવાર શૈલેષ અગ્રવાલ અને યવતમાળ સ્થાનિક સંસ્થા મતવિસ્તારમાંથી ઉમેદવાર સાહેબરાવ કાંબલેને ઉમેદવારી પાછી ખેંચવા બદલ સસ્પેન્ડ જાહેર કરતાં પક્ષમાંથી તેમની હકાલપટ્ટી કરી હતી. 

પાર્ટીએ કહ્યું કે કાંબલે અને અગ્રવાલને તેમની વિનંતી પર પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે નેતૃત્વને ગેરમાર્ગે દોર્યું અને બાદમાં તેમની ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા, જેના કારણે પાર્ટી માટે મુશ્કેલી ઊભી થઈ, એમ હકાલપટ્ટીના આદેશોમાં જણાવાયું છે. કોંગ્રેસમાં તેમનું પ્રાથમિક સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે, એમ પાર્ટીએ જણાવ્યું હતું.