Fri Sep 04 2026

Logo

દેશમાં વરસાદી માહોલ: આગામી 31 ઓગસ્ટ સુધી અનેક રાજ્યોમાં અતિભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી

2026-08-26 08:31:31
Author: Vimal Prajapati
દેશમાં વરસાદી માહોલ: આગામી 31 ઓગસ્ટ સુધી અનેક રાજ્યોમાં અતિભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી

ભારતના અનેક રાજ્યોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે આજે 26 ઓગસ્ટથી આગામી 31 ઓગસ્ટ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવનાઓ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આગાહી પ્રમાણે દેશના ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ, પૂર્વોત્તર અને પશ્ચિમી વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ દરમિયાન 60 કિમી પ્રતિ કલાકની ઝપડે પવન પણ ફૂંકાઈ શકે છે. 
આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની જણાવ્યાં પ્રમાણે આગામી ત્રણ દિવસમાં બિહાર અને ઉત્તર પ્રદેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. દિલ્હીમાં ગઈ કાલે વરસાદ થયો હતો, જો કે, આજે આકાશ સાફ જોવા મળ્યું છે. પરંતુ બપોર સુધીમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. આવતીકાલ સુધીમાં દિલ્હીમાં વાતાવરણ સામાન્ય રહેવાનું છે. 

આગામી બે દિવસ UPમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 

વરસાદની વાત કરવામાં આવે તો, આગામી બે દિવસ સુધી પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પશ્ચિમ ઉત્તર પ્રદેશના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે ઉત્તરાખંડ અને પૂર્વીય રાજસ્થાનમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ભારે પવન સાથે વાવાઝોડાની પણ શક્યતાઓ છે. 

આજે ખાસ કરીને મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિદર્ભમાં ક્યાંક ક્યાંક વાવાઝોડાની શક્યતાઓ છે. તારીખ 31 ઓગસ્ટ સુધીમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.