ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 15 જેટલા નવજાત બાળકોનું મોત થયું હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. આગની આ સમગ્ર ઘટના ઇસ્લામાબાદમાં આવેલા પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં ગાયનેકોલોજી વોર્ડમાં બની છે. આ સમગ્ર ઘટનાના કારણે અત્યારે ઇસ્લામાબાદમાં ભારે શોકનો માહોલ છવાયો છે. અહીં હોસ્પિટલમાં કેટલા બાળકો સારવાર લઈ રહ્યાં હતા અને આખરે શા કારણે અહીં આગ લાગી? તેની તપાસ ચાલી રહી છે.
ભીષણ આગમાં 15 બાળકો આગમાં ભડથું થઈ
વિગતે વાત કરવામાં આવે તો, પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગ લાગી ત્યારે ગાયનેકોલોજી વોર્ડમાં 16 બાળકોની સારવાર ચાલી રહી હતી. જો કે, તંત્ર માત્ર એક જ બાળકને બચાવવા માટે સફળ રહ્યું! બાકીના 15 બાળકો આગમાં ભડથું થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અત્યારે જે વિભાગમાં આગ લાગી હતી, ત્યા ફાયર વિભાગે કુલિંગની પ્રક્રિયા શરૂ કરૂ છે.
પાકિસ્તાન: ઇસ્લામાબાદમાં PIMS હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 15 નવજાત શિશુઓના મોત#PIMS #islamabad #Pakistanpic.twitter.com/Gcms2OnhXw
— Vimal Prajapati GJ (@mgvimal_12) August 26, 2026
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગાયનેકોલોજી વિભાગમાં સવારે 7 વાગે આગ લાગી હતી, જેણે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ હોસ્પિટલના નર્સરીમાં AC કોમ્પ્રેસરના વિસ્ફોટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં પ્રકાશમાં આવ્યું છે. આગ લાગી ત્યારે બાળકોને બહાર કાઢવા માટે બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી માત્ર એક જ બાળકનો જીવ બચી શક્યો! સુરક્ષા કર્મીઓ દ્વારા હજી પણ રાહત અને બાચવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.