Mon Sep 07 2026

Logo

સર્જરી પછી પહેલીવાર જાહેરમાં જોવા મળી રશ્મિકા, પતિ વિજય સાથે પ્રસંગમાં પહોંચી!

2026-08-25 19:17:25
Author: Mumbai Samachar Team
સર્જરી પછી પહેલીવાર જાહેરમાં જોવા મળી રશ્મિકા, પતિ વિજય સાથે પ્રસંગમાં પહોંચી!

 મુંબઈઃ અભિનેત્રી રશ્મિકા મંદાના તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ 'મૈસા'ના એક ડાન્સ સિક્વેન્સના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. એક્ટ્રેસ રશ્મિકા મંદાના તાજેતરમાં એક ફિલ્મના શૂટિંગ વખતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી, એક્ટ્રેસને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી કે તેને સ્પેશ્યલ એક હિપ સર્જરી કરાવવી પડી હતી. આ પછી તે પહેલીવાર પબ્લિક સામે આવી છે. રશ્મિકા તથા પતિ વિજય દેવરકોંડા ફિલ્મ પ્રોડ્યુસર સિરગાપુર નિરંજન રેડ્ડીના દીકરાની સગાઈમાં પહોંચ્યા હતા. વિજયએ વેન્યૂ તરફ આગળ વધતા રશ્મિકાનો હાથ પકડ્યો હતો.

કામમાંથી લીધો બ્રેક

રશ્મિકા ધીમે ધીમે રિકવર થતી હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મ 'મૈસા'ના શુટિંગ વખતે રશ્મિકાને આ ગંભીર ઈજા થઈ હતી. ફિલ્મમાં એક ડાન્સ પર્ફોમન્સ વખતે આ ઈજા થઈ હતી. ઈજા એટલી ગંભીર હતી કે તેને હિપ્સ સર્જરી કરાવી પડી હતી. રશ્મિકાએ આ અંગે પોતાની હેલ્થની અપડેટ શૅર કરીને પોતાના ફેન્સને એક નવી જાણકારી આપી છે. ઈજાગ્રસ્ત થયા બાદ તે પહેલીવાર પ્રોડ્યુસરના દીકરાની સગાઈમાં જોવા મળી છે. આ પ્રસંગે તે પોતાના પતિ સાથે જોવા મળી હતી. આ ઈજા થવાના કારણે તેણે પોતાના રેગ્યુલર કામમાંથી બ્રેક લીધો હતો. 

શૂટિંગ શેડ્યૂલ પણ થોડા સમય માટે અટકાવી દીધુ હતું. જુલાઈ મહિનાના અંતમાં આ ઘટના બની હતી. 3 ઓગસ્ટના રોજ તેણે આ અંગેની જાણકારી પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા શૅર કરી હતી.હવે તે ધીમે ધીમે આ ઈજામાંથી રિકવર થઈ રહી છે. વ્યવસ્થિત રીતે સ્વસ્થ થયા બાદ તે ફરી ફિલ્મોના બાકીના પાર્ટનું શૂટિંગ ખતમ કરશે. હાલમાં તે સંપૂર્ણ રીતે પોતાની હેલ્થ પર ફોક્સ કરીને આરામ કરી રહી છે. 

ફેન્સને આ નોટ કર્યું

તેના ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો છેલ્લે તેણે શાહિદ કપૂરની ફિલ્મ 'કોકટેલ' કરી હતી. સાઉથના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળતી રશ્મિકા પોતાના અંદાજથી અલગ વેસ્ટર્ન લૂક અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. કેટલાક સીનમાં તો તે ક્રિતી કરતા પણ હોટ લાગી રહી હતી. 

વિજય સાથે સગાઈના ફંક્શનમાં તેનો ફોટો સામે આવતા વિજય અને રશ્મિકાએ મેચિંગ આઉટફિટ પહેર્યા હતા. જેના પર ફેન્સનું ધ્યાન જતા તેઓ એકબીજાના બેસ્ટ ટ્યુનિગ હોવાનું જણાવી રહ્યા છે. 'કોકટેલ' બાદ હવે 'મૈસા' ફિલ્મ આવી રહી છે. જે એકસાથે પાંચેક જેટલી ભાષામાં રિલીઝ થવાની છે. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.