Fri Apr 17 2026

Logo

મહારાષ્ટ્ર બોર્ડના એસએસસી, એચએસસી રિઝલ્ટની સંભવિત તારીખ જાહેર, શું આ અઠવાડિયે જ આવશે રિઝલ્ટ?

2026-04-17 14:20:00
Author: Darshana Visaria
Article Image

 

મુંબઈઃ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (MSBSHSE) દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની પરીક્ષાઓના પરિણામોને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ફેબ્રુઆરી અને માર્ચ, 2026માં લેવામાં આવેલી આ પરીક્ષાઓના પરિણામો હવે ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. ચાલો જાણીએ શું છે આ જાહેરાત અને કઈ રીતે વિદ્યાર્થીઓ તેમનું પરિણામ જાણી શકશો... 

હાલમાં જાહેર થયેલા સીબીએસઈના 10 તેમ જ 12મા ધોરણના પરિણામો બાદ હવે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓની નજર મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર છે. બોર્ડ દ્વારા પેપર ચેકિંગની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવી છે.

વાત કરીએ મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડના એસએસસી અને એચએસસીના પરિણામો ક્યારે જાહેર કરવામાં આવશે એની તો બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર એચએસસીનું પરિણામ મે 2026ના બીજા કે ત્રીજા અઠવાડિયામાં એટલે કે અંદાજે 15મી મેની જાહેર કરવામાં આવી શકે છે. જોકે, કેટલાક રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર આ પરિણામ પહેલી મેથી છઠ્ઠી મેની વચ્ચે પણ જાહેર થઈ શકે છે. 

વાત કરીએ 10મા ધોરણનું સ્ટેટ બોર્ડનું પરિણામ ક્યારે આવશે એની તો એચએસસીના પરિણામના જાહેર થયાના એક-બે અઠવાડિયા પછી, એટલે કે મે મહિનાના અંતમાં અથવા જૂનના પ્રથમ અઠવાડિયામાં પરિણામ જાહેર થઈ શકે છે.

કઈ વેબસાઈટ પર રિઝલ્ટ જોવું?
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ ઓફિશિયલ વેબસાઈટ્સ પર જોઈ શકશે-
⦁    mahresult.nic.in
⦁    hscresult.mkcl.org
⦁    sscresult.mkcl.org

રિઝલ્ટ જોવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત:
1.    ઉપર આપેલી કોઈપણ એક સત્તાવાર વેબસાઈટ ખોલો.
2.    હોમપેજ પર એસએસસી રિઝલ્ટ 2026 અને એચએસસી રિઝલ્ટ 2026 લિંક પર ક્લિક કરો.
3.    તમારો સીટ નંબર અને માતાનું નામ એન્ટર કરો.
4.    વ્યુ રિઝલ્ટના બટન પર ક્લિક કરતાં જ તમારું રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
5.    ભવિષ્યના સંદર્ભ માટે રિઝલ્ટની પ્રિન્ટ લો અથવા પીડીએફ સેવ કરી લો.