ગ્લાસગો (સ્કૉટલૅન્ડ)ઃ 74 દેશ વચ્ચેની કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય સ્પર્ધકોમાં કોઈ ખેતમજૂરનું સંતાન છે તો કોઈ બિલ્ડિંગના બાંધકામમાં મજૂરી કરનારનું, કોઈ સ્પર્ધકના માતા-પિતા ગરીબીમાં સંઘર્ષભર્યું જીવન વીતાવી રહ્યા છે તો કોઈ દિવ્યાંગ હોવાથી પરિવારનું પૂરતું ભરણપોષણ નથી કરી શક્તા અને આવા માહોલમાં ગુરુવારે એક એવા પરિવારના યુવાને મેડલ જીતી લીધો જેના પિતા દરજી છે અને દાદા શાકભાજી વેચે છે. આ યુવા વેઇટલિફ્ટરથી સુવર્ણચંદ્રક ગુરુવારની ઇવેન્ટમાં એક કિલો છેટો રહી ગયો હતો. તે પંજાબમાં પાકિસ્તાન સાથેની સરહદ પર અમૃતસર જિલ્લાના બાલ સિકંદર ગામનો છે. તેને વેઇટલિફ્ટિંગમાં કરીઅર બનાવવા તેના પરિવારે સંઘર્ષના સમયમાં પણ ખૂબ પ્રેરણા આપી છે.
A massive 388 kg total lift and a Silver Medal for India! 🥈🇮🇳
— Piyush Goyal (@PiyushGoyal) July 31, 2026
Congratulations to Lovepreet Singh on his outstanding performance in the Men’s 110+ kg weightlifting event at #CWG2026. Your strength and spirit are an inspiration to many across the nation. pic.twitter.com/d2Cgqvpi7n
આપણે વાત કરી રહ્યા છીએ પંજાબના લવપ્રીત (lovepreet) સિંહની જેણે વેઇટલિફ્ટિંગ (Weightlifting)માં 110+ કિલોગ્રામ વજનની કૅટેગરીમાં કુલ 388 કિલો વજન ઊંચકીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડના ઍન્ડ્રયૂ લિટીએ (લવપ્રીત સિંહ કરતાં એક કિલો વધુ એટલે કે) 389 કિલો વજન ઊંચકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
લવપ્રીત સિંહે સ્નૅચમાં આ વર્ગના નવા કૉમનવેલ્થ રેકૉર્ડ સાથે 176 કિલો વજન ઊંચક્યું હતું. લિટીએ આ કૅટેગરીમાં 166 કિલો વજન ઊંચક્યું હતું. એ રીતે, સ્નૅચમાં લવપ્રીત તેનાથી ઘણો આગળ હતો, પરંતુ ક્લીન ઍન્ડ જર્કમાં લવપ્રીતથી લિટી ઘણો આગળ નીકળી ગયો હતો. લવપ્રીતનું એમાં 212 કિલો વજન હતું, જ્યારે લિટીએ 223 કિલો વજન ઊંચક્યું હતું. ક્લીન ઍન્ડ જર્કના મોટા ફરકને લીધે લિટી મેદાન મારી ગયો હતો. ઇંગ્લૅન્ડનો ઍન્ડ્રયુ ગ્રિફિથ 356 કિલો (સ્નૅચમાં 165 કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં 191 કિલો) બ્રૉન્ઝ જીત્યો હતો.
🥈 Silver Medal for India 🇮🇳
— Dept of Sports, Govt of India (@IndiaSports) July 30, 2026
Lovepreet Singh wins Silver in the Men's +110kg Weightlifting category at Glasgow 2026, narrowly missing Gold by 1kg.
Heartiest congratulations to Lovepreet Singh for this outstanding performance 🙌#CWG2026 #Glasgow2026 #Cheer4Bharat pic.twitter.com/NdNDAmwpHo
લવપ્રીત સિંહ 2022ની કૉમનવેલ્થમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો અને આ વખતે તે સિલ્વર સાથે એક સ્તર આગળ આવ્યો છે. ભારતે આ વખતે લવપ્રીતની ઇવેન્ટના અંત સુધીમાં (વેઇટલિફ્ટિંગમાં) કુલ આઠ મેડલ મેળવ્યા છે જેમાં એક ગોલ્ડ, છ સિલ્વર અને એક બ્રૉન્ઝનો સમાવેશ છે.