Wed Sep 16 2026

Logo

મુંદ્રા પોર્ટ પર વરસાદે કેવો ઉત્પાત મચાવ્યો હતોઃ જુઓ નિયંત્રણ ગુમાવતા જહાજનો વાયરલ વીડિયો

2026-03-22 15:18:00
Author: Vimal Prajapati
મુંદ્રા પોર્ટ પર વરસાદે કેવો ઉત્પાત મચાવ્યો હતોઃ જુઓ નિયંત્રણ ગુમાવતા જહાજનો વાયરલ વીડિયો

મુંદ્રાઃ છેલ્લા અઠવાડિયાથી ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે, પરંતુ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પડેલા મોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી હતી, પરંતુ હવે મુન્દ્રા પોર્ટ પર થયેલી હોનારતનો વીડિયો વાયરલ થયો છે. પોર્ટ (Mundra Port) પર ફૂંકાયેલા જોરદાર પવન અને તોફાની હવામાનને કારણે એક મોટા કન્ટેઈનર જહાજ નિયંત્રણ બહાર ગયું હતું. જહાજની મોરિંગ‑રોપ તૂટતાં તે જહાજે નિયંત્રણ ગુમાવી દીધું હતું. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને સ્થાનિક અને દરિયાઈ સુરક્ષા એજન્સી માટે ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી હતી. 

મુંદ્રા પોર્ટ પર શું થયું હતું?  

મુંદ્રા પોર્ટ પર આવેલા સિટી‑૩ (CT‑3) ટર્મિનલ પર ઊભેલું મોટું કન્ટેઈનર શિપ MSC Alexandra ભારે પવનના કારણે અનિંયત્રિય થયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આસપાસના વિસ્તારો ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે પોર્ટ પર મોટી અવ્યવસ્થા સર્જાઈ હતી. ભારે પવનનો જોર એટલો તીવ્ર બન્યો કે વહાણને બાંધી રાખેલા મજબૂત દોરડાઓમાંથી એક અચાનક તૂટી ગયું હતું. વહાણને તેના લંગર પર સ્થિર રાખવા માટે આ દોરડું ખૂબ જ જરૂરી હતું. દોરડું તૂટતાં જ, વહાણે તેનું સંતુલન ગુમાવ્યું હતુ. જેના કારણે પોર્ટ પર રહેલા કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. 
 

મુંદ્રા પોર્ટના સીટી-૩ ટર્મિનલ પર આ જહાજ

પોર્ટ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે આ ઘટનાના કોઈ નુકસાન થયું નથી. એમએસસી એલેક્ઝાન્ડ્રા નામનું એક મોટું કાર્ગો જહાજ મુંદ્રા પોર્ટના સીટી-૩ ટર્મિનલ પર લંગારમાં આવ્યું હતં. ભારે પવનના કારણે દોરડું તૂટી ગયું અને જહારે નિયંત્રણ ગુમાવી દીધું હતું. પરંતુ ત્યાં હાજર કર્મચારીઓએ તેને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતું. અત્યારે આ MSC Alexandra જહાજ કાબૂમાં આવી ગયું હોવાનો પોર્ટના અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અત્યારે કચ્છમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, અને ખરાબ હવામાનના કારણે આવા મોટી જહાજોને નિયંત્રણમાં રાખવા મુશ્કેલ હોય છે. 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક વિશાળ જહાજ તેના લંગર દોરડા તૂટ્યા પછી મોજાઓ વચ્ચે કેવી રીતે હલવા લાગે છે તે જોઈ શકાય છે. અત્યારે બંદર વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે વધારાની સાવચેતીઓના અમલીકરણ અંગે ચર્ચા ચાલી રહી છે.