Mon Sep 14 2026

Logo

કેરળની સ્કૂલમાં અચાનક 150 બાળકો બીમાર પડતા તંત્ર દોડ્યું, સેમ્પલ લઈ તપાસનો ધમધમાટ શરૂ

2026-06-06 18:49:37
Author: Mumbai Samachar Team
કેરળની સ્કૂલમાં અચાનક 150 બાળકો બીમાર પડતા તંત્ર દોડ્યું, સેમ્પલ લઈ તપાસનો ધમધમાટ શરૂ

વાયનાડઃ કેરળ રાજ્યના વાયનાડમાંથી એક ચિંતાજનક વાવડ સામે આવી રહ્યા છે.મોટી સંખ્યામાં બાળકોની તબિયત લથડતા તબીબો પણ થોડા સમય માટે ચિંતામાં મૂકાઈ ગયા હતા. કોયલાડી સ્થિત એક પ્રાયમરી સ્કૂલમાં આશરે 150 બાળકોની તબિયત લથડતા યુદ્ધના ધોરણે હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી એમને તાવ આવ્યો હોવાનું એક રિપોર્ટમાંથી જાણવા મળે છે. 

38 બાળકોને હાયર સેન્ટર લઈ જવાયા

રિપોર્ટ અનુસાર આ બાળકો બેસેલિયસ એડેડ અપર પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓની અચાનક તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર હેતું લઈ જવાયા હતા, જ્યાં પ્રાયમરી તપાસ કરતા 38 બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ 38 બાળકોને પ્રાથમિક તપાસ બાદ બાથેરી તાલુકામાં આવેલી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યા હતા. હાયર સેન્ટર હોસ્પિટલમાં ખસેડાતા વિદ્યાર્થીઓના વાલીઓમાં અચાનક ચિંતા વધી છે.

આ સમગ્ર મામલે માહિતી આપતા જિલ્લા તબીબ અધિકારીએ જણાવ્યું હતું કે, ચિંતા કરવાની જોઈ જરૂર નથી,પરિસ્થિતિને ધ્યાને લેતા સ્કૂલમાં એક અઠવાડિયાની રજા જાહેર કરી દેવાામાં આવી છે. બાળકોના ઈલાજ માટે બાથેરી તાલુકા હોસ્પિટલમાં એક વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ શિક્ષકને પણ ચેપ લાગ્યો હોવાની વિગત મળી છે. 

રિપોર્ટ તૈયાર કરાશે

પંચાયતના અધિકારીએ પણ હોસ્પિટલમાં બાળકોની મુલાકાત કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં દરે બાળકોની સ્થિતિ સારી છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હાલમાં સ્થિતિ કાબુમાં છે. 1 જુનથી જ બાળકોમાં કેટલાક લક્ષણો દેખાવવાના શરૂ થઈ ગયા હતા, પણ ક્યાં કારણે આટલી મોટી સંખ્યામાં બાળકોને અસર થઈ એ અંગે તપાસ ચાલું છે.જિલ્લાની હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, આરોગ્ય લગતો આ મુદ્દો છે. વિદ્યાર્થીઓના ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ મુદ્દે યોગ્ય તપાસ થયા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આરોગ્ય વિભાગને રિપોર્ટ આપવામાં આવશે.