લૉ અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઈટ ટેક્નોલોજીથી અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચશે હાઈ-સ્પીડ ડેટા
મુંબઈઃ ટેક્નોલોજી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, મોબાઈલ ઈન્ટરનેટ, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, ટેલિકોમ અને એઆઈના ક્ષેત્રમાં સફળતા મેળવ્યા બાદ હવે જિયો મોબાઈલ ટાવરથી ડાયરેક્ટ અવકાશ સુધીનો હનુમાન કુદકો મારી શકે છે. આનાથી ફાયદો એ થશે કે, દેશના દરેક ખૂણામાં મજબૂત અને ઝડપથી ઈન્ટરનેટ સર્વિસ મળી રહેશે. હવે જિયોના ચેરમેન આકાશ અંબાણીએ એક ખાસ પ્રકારનો સેટેલાઈટ લૉંચ કરવાની તૈયારીઓ દર્શાવી છે. આ સમગ્ર પ્રોજેક્ટનો પ્લાન શૅર કર્યો છે. આ માટે જિયો કંપની દુનિયાની અન્ય કેટલીક કંપનીઓ સાથે ભાગીદારી કરશે અને ગ્રાઉન્ડ લેવલ પર કેટલાક કંટ્રોલ સેન્ટર પણ બનાવવાની તૈયારીમાં છે.
લોકોને ફાયદો શેનો?
આ પ્લાન સફળ થશે તો ઈન્ટરનેટની દુનિયામાં એક મોટો ફેરફાર થશે,આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, હવે જિયો ડાયરેક્ટ આકાશમાંથી ઊતરશે. જિયો સેટેલાઈટના માધ્યમથી ટેલિકોમ સર્વિસને જોડી દેવાતા અનેક પ્રકારના લાભ થશે. ખાસ કરીને દેશના દરેક ખૂણામાં સરળતાથી નેટવર્ક મળી રહેશે અને ઈન્ટરનેટની સ્પીડમાં પણ વધારો થશે.
આ પ્રોજેક્ટનો હેતુ માત્ર કોઈ મેટ્રો સિટી, નગર, શહેર કે જિલ્લાઓ જ નહીં બોર્ડર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારને પણ આવરી લેવાનો છે, જેથી અંતરિયાળ ગામમાં પણ મોબાઈલ નેટવર્ક મળી રહે અને સરળતાથી ઈન્ટરનેટ સેવાનો લાભ મળી રહે.ખાસ કરીને જ્યાં મોબાઈલ ટાવર કે કેબલ નેટવર્કિંગ કરવું સરળ નથી એવા વિસ્તારમાં ડાયરેક્ટ સેટેલાઈટ લિંક મળી રહેતા ક્નેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થશે.

ડિજિટલ ઈન્ફ્રા. મજબૂત થશે
માત્ર અવકાશમાં સેટેલાઈટ તરતો મૂકવાની વાત નથી, ઈન્ટરનેટ સર્વિસને પહાડી વિસ્તારમાં કે જંગલમાં હોઈએ ત્યારે ફોન કે કોમ્પ્યુટર સુધી પહોંચાડવા માટે ગ્રાઉન્ડ લેવલ પર મોટું કામ ચાલી રહ્યું છે. આનાથી સામાન્ય લોકોને પણ સસ્તી ઈન્ટરનેટ સર્વિસ મળશે અને દેશના ટેકનિકલ કામકાજમાં ગતિ આવશે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી મળશે. એક નવો ડેટા ક્નેકિટિવિટીનો આધાર ઊભો થશે. સેટેલાઈટ ક્નેક્ટિવિટીને સપોર્ટ આપવા માટે બેસ સ્ટેશન અને કંટ્રોલ સેન્ટર માટેનું કામકાજ ચાલી રહ્યું છે. આ કામ ખૂબ ઝડપથી પૂરૂ થઈ જશે. ગ્રાઉન્ડ સ્ટેશનમાંથી જ આકાશમાં રહેતા સેટેલાઈટ સિગ્નલને લઈને આગળ બૂસ્ટ કરવામાં આવશે.આ પ્રોજેક્ટથી મોટો ફાયદો એ થશે કે, ભારત પાસે પોતાની ખુદની સેટેલાઈટ કમ્યુનિકેશન સિસ્ટમ તૈયાર થઈ જશે. વાર્ષિક સભામાં વાત કરતા આકાશે ઉમેર્યું કે, આ ઈન્ટરનેટ સર્વિસને વધારે સક્ષમ કરશે અને ખાસ કરીને મોબાઈલ સર્વિસને ફાયદો કરાવશે.
લૉ અર્થ ઓર્બિટ સેટેલાઈટ સિસ્ટમ તૈયાર કરશે
આકાશ અંબાણીએ કહ્યું હતું કે કંપની આ સર્વિસને ટૂંક જ સમયમાં રોલઆઉટ કરી દેશે, પહેલું કામ કંપની એ કરી રહી છે કે, દુનિયાની દિગ્ગજ સેટેલાઈટ કંપની પાસેથી તથા એની સેટેલાઈટ ક્ષમતાને લીઝ પર લઈ રહી છે.આનાથી ખૂબ જ ઓછા સમયમાં સર્વિસને માર્કેટમાં મૂકી શકાશે. ક્નેક્ટિવિટી નોંધપાત્ર રીતે વધારી શકાશે. આનાથી માત્ર જિયો અન્ય મોડલ પર નિર્ભર રહેવા માગતી નથી. જિયો ભારતની ખુદની એક લૉ અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઈટ સિસ્ટમ તૈયાર કરશે, જે એક નેટવર્કિંગ સિસ્ટમનું જમ્બો નેટવર્ક હશે. આ પ્રોજેક્ટ પર હાલમાં વિચારણા કરવામાં આવી રહી છે.

જિયો પાસે પોતાનો સેટેલાઈટ
આનો સીધો અર્થ એ થયો કે, જિયો પાસે ભવિષ્યમાં ખુદનો કમ્યુનિકેશન સેટેલાઈટ હશે. જે એક મજબૂત ડિજિટલ ઈન્ફ્રા. અંતર્ગત કામ કરશે. જે સંપૂર્ણ રીતે ભારતીય હશે અને દેશની સુરક્ષાના મામલે પણ દેશની પડખે ઊભી રહેશે.લૉ અર્થ ઓર્બિટ સેટેલાઈટ સિસ્ટમ એક એડવાન્સ ઈન્ટરનેટ ટેક્નોલોજી છે. જે સંપૂર્ણ રીતે ટેક્નોલોજી પર જ આધારિત છે. જે મૂળ ત્રણ પાયા પર કામ કરે છે.
ઓછી ઊંચાઈ પર ફરતા સેટેલાઈટ, સેટેલાઈટ નેટવર્કિંગ અને ઈન્ટર સેટેલાઈટ લિંક્સ. જેમ સેટેલાઈટની ઊંચાઈ વધારે એમ ડેટાને આવ-જા કરવાનો સમય વધારે. LEO સિસ્ટમ પૃથ્વીની સપાટીથી 36000 કિમી સુધી હોયે છે. આટલી ઊંચાઈએથી ડેટાને આવતા-જતા સમય લાગે છે. જેને હાઈ લેટેન્સી અથવા લેગ કહેવાય છે. લિયોની ઊંચાઈ એટલી હોય છે કે તે પૃથ્વીથી નજીક હોય છે 500થી 2000 કિમીની ઊંચાઈ પર સરળતાથી તે ડેટાને ટ્રાવેલ કરાવી શકે છે. આનો ફાયદો એ થાય છે કે, વીજવેગે ડેટા ફેંકાય છે અને પકડાય છે. જેથી ઈન્ટરનેટ સર્વિસમાં સ્પીડ મળે છે.
સેટેલાઈટ નેટવર્કિંગ શું છે
કમ્યુનિકેશનના સેટેલાઈટ પૃથ્વીથી નજીક હોય છે. આ માટે એક સેટેલાઈટ પૃથ્વી પરના વિશાળ ગ્રાઉન્ડને કવર કરી શકે એમ નથી. ક્યારેક સિગ્નલ પકડે તો પણ લાંબા સમય સુધી તે સ્થિર રહી શકે એમ નથી. 90થી 120 મિનિટમાં તે એક ચક્કર પૂરૂ કરે છે. આ માટે સેટેલાઈટમાં નાના-નાના સેટેલાઈટ તરતા મૂકવામાં આવે છે.
આવા સેટેલાઈટના ગ્રૂપને કોન્સ્ટેલેશન કહેવાય છે. જ્યારે એક સેટેલાઈટ જે તે ગ્રાઉન્ડની પોઝિશન પરથી પસાર થાય છે અને સિગ્નલ છોડી દે છે ત્યારે એની જગ્યા બીજો સેટેલાઈટ લે છે અને સિગ્નલ સતત ક્નેક્ટ રાખે છે. આનાથી એક પણ સેકન્ડનો ડિલે થયા વગર સતત ડેટાની આપ લે કરવી શકય બને છે.