Mon Jun 08 2026

Logo

ઈરાને ઈઝરાયલ વિરુદ્ધ અભિયાન સમાપ્ત કર્યું, ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પ્રકાશમાં આવ્યું

Washington dc   2026-06-08 20:18:45
Author: Chandrakant Kanoja
Article Image

Shawn Thew/EPA


વોશિંગ્ટન: ઈઝરાયલના લેબનોન પર હુમલા બાદ ઈરાને પણ ઈઝરાયલ પર હુમલા શરૂ કર્યા હતા. તેમજ ઇરાને હવે જાહેરાત કરી છે તેણે ઈઝરાયલ વિરુદ્ધ  લશ્કરી અભિયાન સમાપ્ત કર્યું છે. તેમજ ચેતવણી પણ આપી છે કે જો તે લેબનોન પર ફરી હુમલા કરશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.  આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન પ્રકાશમાં  આવ્યું છે.

ઇરાને ચેતવણી આપી 

જયારે ઈરાને કહ્યું છે ઈઝરાયલ સામેના તેના આક્રમક અભિયાનને રોકી દેવામાં આવ્યું છે. ઈરાનના સંયુક્ત કમાન્ડે જણાવ્યું છે કે જો ઈઝરાયલ અથવા તેના સમર્થકો દક્ષિણ લેબનોન સહિતના વિસ્તારોમાં વધુ કોઈ આક્રમણ અથવા અન્ય  કાર્યવાહીમાં જોડાશે તો પહેલા કરતા આક્રમક પગલાં લેવામાં આવશે. 

અંતિમ વાટાઘાટો વચ્ચે આવા કૃત્ય યોગ્ય નથી

જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું છે કે, બંને પક્ષો ઇઝરાયલ અને ઈરાન  તાત્કાલિક યુદ્ધવિરામ ઇચ્છે છે. શાંતિ માટે અંતિમ વાટાઘાટો ચાલી રહી છે ત્યારે આવા કૃત્ય યોગ્ય નથી.  તેમજ અંતિમ કરાર ન થાય ત્યાં સુધી નાકાબંધી સંપૂર્ણપણે અમલમાં રહેશે.

ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો 

ઉલ્લેખનીય છે કે, હાલમાં ઇઝરાયલે અમેરિકાની સલાહને અવગણીને ઇરાન પર મોટો હુમલો કર્યો હતો. જેમાં તેના  ચાર શહેરો પર બેલિસ્ટિક મિસાઇલો છોડી  હતી. ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને એકબીજા પર હુમલો કરવાથી દૂર રહેવા વિનંતી કરી હતી.

ઇરાને ઘણા ઇઝરાયલી શહેરો પર હુમલા શરૂ કર્યા હતા

જ્યારે  ઇરાને ઘણા ઇઝરાયલી શહેરો પર હુમલા શરૂ કર્યા હતા. ત્યારબાદ, ટ્રમ્પે નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી અને ઇઝરાયલને બદલો લેવા જણાવ્યું હતું. જેની બાદ નેતન્યાહૂએ ચાર ઇરાની શહેરો પર બેલિસ્ટિક મિસાઇલો છોડવાનું શરૂ કર્યું હતું. ઇઝરાયલે દાવો કર્યો હતો કે મોડી રાત્રે ઇરાન દ્વારા મોટી સંખ્યામાં મિસાઇલો છોડવામાં આવી હતી.  આ ઘટનાઓથી ભય પેદા થયો હતો કે તણાવ ફરી એકવાર ગંભીર સ્તરે વધશે.