Tue Aug 25 2026

Logo

નાશિકમાં મહાયુતિને રાહત: સંકટમોચન ગિરીશ મહાજન બળવો રોકવામાં આંશિક સફળ

2026-06-08 21:17:00
Author: Mumbai Samachar Team
નાશિકમાં મહાયુતિને રાહત: સંકટમોચન ગિરીશ મહાજન બળવો રોકવામાં આંશિક સફળ

મુંબઈ: રાજ્યની મહા યુતિના પ્રધાનો નાશિકમાં બળવો આંશિક ઓછો કરવામાં સફળ રહ્યા છે. ભાજપના કટોકટી નિવારણ - સંકટમોચન ગિરીશ મહાજન શિવસેનાના પ્રધાન ઉદય સામંત અને અને અન્ય પ્રધાન દાદા ભૂસે બળવાખોર ઉમેદવાર પ્રસાદ હિરેને મનાવવામાં સફળ રહ્યા છે.

ભાજપના બળવાખોર પ્રસાદ હિરે આખરે નાશિક સ્થાનિક સંસ્થા મતવિસ્તાર વિધાનસભાની ચૂંટણીમાંથી ખસી ગયા છે. ગિરીશ મહાજન, ઉદય સામંત અને  દાદા ભૂસેની હાજરીમાં પ્રસાદ હિરેએ શિવસેના શિંદે જૂથના ઉમેદવાર નરેન્દ્ર દરાડેને જાહેરમાં ટેકો આપ્યો હતો.

પ્રસાદ હિરેએ દાવો કર્યો હતો કે પ્રધાને માલેગાંવ શહેરના વિકાસ માટે વચન આપ્યું હતું. પ્રસાદ હિરેના ખસી જવાને કારણે મહાયુતિના નેતાઓ બળવો અટકાવવામાં આંશિક રીતે સફળ રહ્યા છે. જોકે, નરેન્દ્ર દરાડે સામે અપક્ષ ગોકુળ ગીતેનો પડકાર હજુ પણ યથાવત છે. ગોકુળ ગીતે પણ ખસી જશે એવો દાવો મહાયુતિના પ્રધાનોએ કર્યો છે.

ગિરીશ મહાજને જણાવ્યું હતું કે 'અમારું ગઠબંધન પહેલાથી જ નક્કી થઈ ગયું છે. ફોર્મ ભરનારા બંને ઉમેદવારો પોતાની અરજી પાછી ખેંચી લેશે. પ્રસાદ હીરે સાથે બેઠક યોજાઈ હતી. 

નારપારનો મુદ્દો, માલેગાંવમાં કેટલીક જગ્યાએ બાળકોને હોડીમાં મુસાફરી કરવી પડી રહી છે તેમજ જમીન માફિયાનો મુદ્દો છે. આ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પ્રસાદ હીરેએ પોતાની અરજી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે.  દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે ચર્ચા થઈ હતી.. હીરેએ જાહેરમાં દરાડેને ટેકો જાહેર કર્યો છે.'