Mon Sep 07 2026

Logo

ઝવેરેવ નવો ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન: બોરિસ બેકર પછીનો બીજો જર્મન વિજેતા

Paris   2026-06-08 10:08:00
Author: Ajay Motiwala
ઝવેરેવ નવો ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન: બોરિસ બેકર પછીનો બીજો જર્મન વિજેતા

પેરિસ: ઍલેક્ઝાન્ડર ઝવેરેવે અહીં રવિવારે ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું હતું. તે ગ્રેન્ડ સ્લેમનું ટાઈટલ જીતનાર બોરિસ બેકર (Becker) પછીનો પ્રથમ જર્મન પુરુષ ખેલાડી બન્યો છે. બોરિસ બેકર 1996માં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો ત્યાર પછી જર્મનીનો એક પણ પુરુષ ખેલાડી ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ નહોતો જીતી શક્યો. 30 વર્ષનું મળ્યું હવે ઝવેરેવે ભાંગ્યું છે.

89 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ઝવેરેવ (zverev)એ રવિવારની ફાઇનલમાં ઈટલીના ફ્લાવિયો કોબોલીને 6-1, 4-6, 6-4, 5-7, 6-1થી હરાવીને પહેલી વખત ગ્રેન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. એ સાથે ઝવેરેવ ફ્રેન્ચ ઓપનનું સિંગલ્સનું ટાઈટલ જીતનાર છેલ્લા 89 વર્ષનો પ્રથમ જર્મન ખેલાડી બન્યો છે. આ પહેલાં છેક 1937માં જર્મનીના હેનર હેન્કેલે ફ્રેન્ચ ઓપનનું વિજેતાપદ મેળવ્યું હતું.

જર્મનીના ખૂબ ઓછા પુરુષ ખેલાડીઓ ગ્રેન્ડ સ્લેમ વિજેતા બનતા હોય છે. ઝવેરેવ ટેનિસના ઓપન યુગમાં (1968ની સાલ પછી) ગ્રેન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર બોરિસ બેકર અને માઈકલ સ્ટિચ પછીનો ત્રીજો જર્મન ખેલાડી છે. બેકર 1985થી 1996 દરમિયાન છ મોટા ટાઈટલ જીત્યો હતો, જ્યારે માઈકલ સ્ટિચ 1991માં વિમ્બલડન ચેમ્પિયન બન્યો હતો.

મહિલાઓમાં શનિવારે ફ્રેન્ચ ઓપનનું સિંગલ્સનું ટાઈટલ રશિયાની મિરા એન્ડ્રિવાએ જીતી લીધું હતું.