Mon Oct 05 2026

Logo

જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ મોનોકિનીમાં પૂલ પાર્ટીમાં ફ્લોન્ટ કર્યું બેબી બમ્પ, ફોટો થયા વાઈરલ...

2026-06-08 20:58:32
Author: Darshana Visaria
જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ મોનોકિનીમાં પૂલ પાર્ટીમાં ફ્લોન્ટ કર્યું બેબી બમ્પ, ફોટો થયા વાઈરલ...

બોલીવૂડ અને ટેલિવિઝનની ગ્લેમરસ એક્ટ્રેસ કરિશ્મા તન્ના હાલમાં પ્રેગ્નન્સીના અદભુત સમયગાળાનો આનંદ માણી રહી છે. ડિલિવરી પહેલાં તેણે પોતાના ખાસ મિત્રો સાથે એક શાનદાર પૂલ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને ફેન્સ પણ પોતાની ફેવરેટ સ્ટારનો આ અંદાજ જોઈને ચોંકી ઉઠ્યા છે. 

કરિશ્મા તન્ના ટૂંક સમયમાં જ પોતાના પ્રથમ બાળકને જન્મ આપવા જઈ રહી છે. અન્ય એક્ટ્રેસની જેમ કરિશ્મા પણ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને આ દિવસોમાં તે પોતાની પ્રેગ્નન્સી લાઈફની સુંદર ક્ષણો ફેન્સ સાથે અવારનવાર શેર કરતી રહે છે. ડિલિવરીના થોડા સમય પહેલાં જ કરિશ્માએ પોતાના ક્લોઝ ફ્રેન્ડ્સ માટે એક ખાસ પૂલ પાર્ટી હોસ્ટ કરી હતી, જેમાં તેનો અત્યંત ગ્લેમરસ અને બોલ્ડ અવતાર જોવા મળ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ થયેલા ફોટોમાં કરિશ્મા તન્ના સ્વિમિંગ પૂલ કિનારે બ્લેક કલરની મોનોકિનીમાં જોવા મળી રહી છે. આ લુકમાં તે ખૂબ જ કોન્ફિડન્ટ અંદાજમાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજરે પડે છે. તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ જોઈ શકાય છે. કરિશ્માએ પૂલમાં પાણીની મજા માણતા અને કેમેરા સામે કિલર પોઝ આપતા અનેક ફોટોઝ શેર કર્યા છે જે ઇન્ટરનેટ પર આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે.

પૂલ પાર્ટીમાં કરિશ્માની સાથે તેની નજીકની બહેનપણીઓ અને મિત્રો પણ ધમાલ-મસ્તી કરતા જોવા મળ્યા હતા. કરિશ્માએ આ ખાસ દિવસને એન્જોય કરવા માટે કોઈ કસર બાકી રાખી નહોતી. ફેન્સને કરિશ્માનો આ બિનજરૂરી ચિંતાઓ વગરનો અને હેપ્પી અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ કમેન્ટ સેક્શનમાં તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેને આવનારા બાળકની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.