Mon Jun 08 2026

Logo

મેક્સિકો પહોંચી ઈરાનની ફૂટબોલ ટીમ, જેકેટ પર '168' નંબરની પિન લગાવી નોંધાવ્યો અનોખો વિરોધ

2026-06-08 19:06:43
Author: Mumbai Samachar Team
Article Image

તિજુઆના (મેક્સિકો): ઈઝરાયલ સાથે તણાવ વચ્ચે ઈરાનની વર્લ્ડ કપ ટીમ મેક્સિકો પહોંચી ગયા છે. ખેલાડીઓ પોતાની જેકેટ પર લેપલ પિન (બ્લેઝર પર લગાવવાની પિન) લગાવી હતી જેના પર ‘168’ લખ્યું હતું. આ પિન મિડલ ઈસ્ટમાં યુદ્ધની શરૂઆતમાં એક પ્રાઈમરી સ્કૂલ પર થયેલા મિસાઈલ હુમલાના પીડિતોની યાદમાં લગાવવામાં આવી હતી.

રવિવારે મેક્સિકોના તિજુઆનામાં પ્લેનમાંથી ઉતરતા સમયે ખેલાડીઓએ પોતાના જેકેટ પર "168" નંબરવાળી સોનાના રંગની પિન લગાવી હતી. આ એ સંખ્યા એ લોકોની હતી જેમનું મોત 28 ફેબ્રુઆરીના દક્ષિણ ઈરાનના મિનાબમાં શાળા પર થયેલા હુમલામાં થયું હતું, જેમાં મોટા ભાગના બાળકો હતા

સોમવારે હંગરીમાં ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ પિનો અને મિનાબની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. રિવોલ્યુશનરી ગાર્ડ બેઝની નજીક આવેલી શાળા પર થયેલા હુમલાને અગાઉ ઈરાની ટીમ દ્વારા માર્ચમાં તુર્કીના અંતાલ્યામાં એક વોર્મઅપ મેચ અગાઉ ખેલાડીઓએ ગુલાબી અને જાંબલી રંગની સ્કૂલ બેગ પકડી હતી દરમિયાન તેમનું રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું.

અમેરિકા કે ઈઝરાયલમાંથી કોઈએ સ્કૂલ પર હુમલાની જવાબદારી લીધી નહોતી. આ હુમલાની સંયુક્ત રાષ્ટ્ર અને માનવાધિકાર જૂથોએ ટીકા કરી હતી. અમેરિકાની સેના આની તપાસ કરી રહ્યું છે અને કહ્યું છે કે તે ક્યારેય નાગરિકોને નિશાન બનાવશે નહીં.

ઈરાનની ફૂટબોલ ટીમ શનિવારે અંતાલ્યાથી પ્રાઈવેટ જેટથી તિજુઆના પહોંચી હતી. બે અઠવાડિયા પહેલા તેઓએ તેમની યોજનાઓ બદલી હતી અને ટક્સન, એરિઝોનાને બદલે મેક્સિકોમાં ટ્રેનિંગ કેમ્પનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો.

ઈરાન તેની ત્રણેય ગ્રુપ-સ્ટેજ મેચ અમેરિકામાં રમવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાએ ખેલાડીઓ માટે વીઝા પ્રક્રિયામાં વિલંબ કર્યો છે અને રિવોલ્યુશનરી ગાર્ડ સાથે સંબંધો ધરાવતા ટીમના સભ્યોને વીઝા આપવાનો ઇનકાર કર્યો છે. 

જોકે, ઈરાની ટીમને અમેરિકામાં ક્યારે પ્રવેશ આપવામાં આવશે તે સ્પષ્ટ નથી. તેઓ 15 જૂને લોસ એન્જલસ નજીક ન્યૂઝીલેન્ડ સામે તેની પ્રથમ મેચ રમવાનું છે. બાદમાં 21 જૂને બેલ્જિયમ સામે રમશે. ત્યાર બાદ તેઓ 26 જૂને ઇજિપ્ત સામે રમવા માટે સિએટલ જશે.