ગાંધીનગરઃ ગુજરાતમાં ગરમીના કારણે લોકો ત્રાસી રહ્યાં છે, તેવામાં હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યાં છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે.
પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે. પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે. રાજ્યમાં આગામી ચાર દિવસોમાં વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
જમ્મુ-કાશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. એટલું જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીર પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ છે, જેથી અરબ સમુદ્રમાંથી ભેજવાળા પવન ગુજરાત તરફ આવી શકે છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી 7 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે.
આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરત, ડાંગ, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને નવસારી સાથે સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં પણ આજે ભારે પવન પણ ફુંકાઈ શકે છે. ગીર સોમનાથ અને દીવમાં પણ દરિયાઈ ભેજવાળા પવનો આવી શકે છે. આ સાથે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.