Mon Sep 14 2026

Logo

ભારતીય LPG જહાજ જગ વિક્રમ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું

2026-04-11 21:36:00
Author: Chandrakant Kanoja
ભારતીય LPG જહાજ જગ વિક્રમ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું

મુંબઈ: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતીય LPG જહાજ  જગ વિક્રમ  હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું છે.જે  20,400 મેટ્રિક ટન LPG લઈને  15 એપ્રિલે મુંબઈ પહોંચવાની સંભાવના છે. જોકે, બીજા  ઘણા ભારતીય અને વિદેશી જહાજો આ વિસ્તારમાં હજુ પણ ફસાયેલા છે. 

પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે

આ અંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ જહાજ આશરે 20,400 મેટ્રિક ટન LPG અને 24 નાવિકો સાથે  ભારત આવી રહ્યું છે જે 15 એપ્રિલ, 2026 ના રોજ મુંબઈ પહોંચવાની શક્યતા છે. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર આ  ટેન્કર શુક્રવાર રાત અને શનિવાર સવારની વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું હતું અને હવે પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.

જગ વિક્રમ ભારત આવનારું નવમું જહાજ 

જોકે, હજુ 15 ભારતીય જહાજો  હોર્મુઝ સ્ટ્રેટમાં છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ જહાજ મુંબઈ સ્થિત ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપનીનું છે અને તેની ક્ષમતા 26,000  ટનથી વધુ છે. જગ વિક્રમ એક મધ્યમ કદનું ગેસ કેરિયર છે. સરકારી માહિતી અનુસાર જગ વિક્રમ માર્ચની શરૂઆતથી  ભારત આવનારું નવમું  જહાજ છે.