Sun Jul 26 2026

Logo

ભારતે ઇંગ્લૅન્ડમાં નંબર-વન રૅન્ક ગુમાવ્યા પછી હવે ઝિમ્બાબ્વેમાં પાછી મેળવી

Dubai   2026-07-26 17:02:28
Author: Ajay Motiwala
Article Image

BCCI


દુબઈઃ ભારતે ટી-20 ઇન્ટરનૅશનલમાં વર્લ્ડ નંબર-રૅન્ક પાછી મેળવી લીધી છે. 11મી જુલાઈએ શ્રેયસ ઐયરના સુકાનમાં ભારત બ્રિટિશ ધરતી પર ટી-20 શ્રેણી 0-4થી હાર્યું હતું અને ઘણા મહિને નંબર-વન રૅન્ક ગુમાવી હતી, પરંતુ પચીસમી જુલાઈએ શ્રેયસની જ કૅપ્ટન્સીમાં ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં ભારતે 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી એ સાથે મોખરાની રૅન્ક ભારતને પાછી મળી ગઈ છે.

ભારતે ઝિમ્બાબ્વેને પ્રથમ ટી-20માં સાત વિકેટે અને બીજી ટી-20માં 90 રનના તોતિંગ તફાવતથી હરાવ્યું હતું. આ શ્રેણી પહેલાં ઇંગ્લૅન્ડે ભારત સામે 4-0થી ક્લીન સ્વીપ કરી હતી અને એ અગાઉ આયરલૅન્ડમાં ભારતનો 0-2થી પરાભવ થયો હતો.

પુરુષોના રૅન્કિંગમાં ઇશાન કિશને બૅટિંગમાં નંબર-વનનું સ્થાન જાળવી રાખ્યું છે. તેણે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી-20માં 35 રન અને શનિવારની બીજી મૅચમાં 81 રન બનાવ્યા હતા. તે 892 પૉઇન્ટ સાથે અવ્વલ છે, જ્યારે અભિષેક શર્મા (858) બીજા નંબરે છે.

ટી-20ના બોલર્સમાં સ્પિનર વરુણ ચક્રવર્તીએ મોખરાનું સ્થાન ગુમાવ્યા પછી હવે પાંચમું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે તે ઝિમ્બાબ્વેની ટૂર માટેની ભારતીય ટીમમાં નથી.