Tue Sep 01 2026

Logo

શ્રીલંકાના પૂંછડિયા બૅટ્સમેનો ભારત માટે માથાનો દુખાવો

Colombo   2026-08-27 11:54:00
Author: Ajay Motiwala
શ્રીલંકાના પૂંછડિયા બૅટ્સમેનો ભારત માટે માથાનો દુખાવો

કોલંબો: ભારત (India) બીજી ટેસ્ટ પણ જીતીને શ્રીલંકાનો 2-0થી વાઈટવૉશ કરે એવા સંજોગો બુધવારે સાંજે સર્જાયા હતા, પરંતુ બંને નૉટઆઉટ બૅટ્સમેન સોનાલ દિનુશા (50 રન) અને કેશારા નુવન્થા (38 રન) 97 રનની અતૂટ ભાગીદારી સાથે ભારતના બોલરો માટે આજે માથાનો દુખાવો થઈ ગયા.

આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે શ્રીલંકાનો બીજા દાવનો સ્કોર છ વિકેટે 315 રન હતો.  ભારતની 213 રનની સરસાઈ બાદ શ્રીલંકા (SriLanka)નો સ્કોર 6 વિકેટે 102 રન હતો. 
 

બુધવારે સાંજે એક તબક્કે શ્રીલંકાએ ફૉલો-ઑન થયા પછી ભારતની 213 રનની સરસાઈ ઉતારી ત્યાર બાદ તેમનો સ્કોર છ વિકેટે માત્ર પાંચ રન હતો. તેમણે સરસાઈ પછીના 6/16ના સ્કોર સાથે રમત પૂરી કરી હતી.

જોકે આજે છેલ્લા દિવસે મેઘરાજાનું હજી સુધી વિઘ્ન નથી આવ્યું, પરંતુ શ્રીલંકાના પૂંછડિયા  બૅટ્સમેનો ભારત માટે માથાનો દુખાવો થઈ ગયા છે.

આજે મેઘરાજા વિઘ્નો ઊભા નહીં કરે તો પણ ભારતે શ્રીલંકાને વહેલું ઑલઆઉટ કરી નાખવું પડશે કે જેથી ઓછામાં ઓછો લક્ષ્યાંક ભારતને મળે.