Sat May 02 2026

Logo

એપ્રિલમાં પાવરનો વપરાશ ચાર ટકા વધીને ૧૫૪ અબજ યુનિટ

2026-05-02 20:09:00
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હી: ગત સાલ એપ્રિલ મહિનામાં દેશના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હોવાથી ગત એપ્રિલ, ૨૦૨૫માં દેશમાં પાવરનો વપરાશ ગત સાલની સરખામણીના ૧૪૮.૦૧ અબજ યુનિટ સામે ચાર ટકા વધીને ૧૫૩.૯૯ અબજ યુનિટની સપાટીએ રહ્યો હોવાનું એક અધિકૃત આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

જાકે, એપ્રિલના પાછોતરા દિવસોમાં તાપમાનમાં વધારો થવાને કારણે હીટ વેવની સ્થિતિ સર્જાતા એપ્રિમ મહિનામાં પીક પાવર માગ જે એપ્રિલ, ૨૦૨૫માં ૨૩૫.૩૨ ગિગા વૉટની સપાટીએ હતી તે ઉછળીને ૨૫૬.૧૧ ગિગા વૉટની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે પીક પાવર માગ મે, ૨૦૨૪માં ૨૫૦ ગિગા વૉટના સ્તરે રહી હતી. જોકે, પાવર મંત્રાલયે વર્ષ ૨૦૨૬માં ઉનાળાની મોસમમાં પીક પાવર વમાગ વધીને ૨૭૦ ગિગા વૉટ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી 8.

ગયા ઉનાળામાં જૂન, ૨૦૨૫માં પીક પાવર માગ પાવર મંત્રાલયના ૨૭૭ ગિગા વૉટના અંદાજ સામે ઓછી ૨૪૨.૭૭ ગિગા વૉટની સપાટીએ રહી હતી. ઈન્ડિયા મીટરોલોજિકલ ડિપાર્ટમેન્ટે આ વર્ષે ઉનાળો આકરો રહેવાનો વરતારો આપ્યો હોવાથી નિષ્ણાતો મે મહિનામાં પાવરની માગ અને વપરાશમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે એપ્રિલ મહિનાના પહેલા પખવાડિયામાં દેશનાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાથી તાપમાનમાં વૃદ્ધિ મર્યાદિત રહેતા

એર કન્ડિશનર અને ડેઝર્ટ કૂલર જેવાં કૂલિંગ એપ્લાયન્સીનો વપરાશ ઓછો રહ્યો હતો. વધુમાં તેઓ આગામી જૂન મહિનામાં કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પૂર્વે મે મહિનામાં હીટ વેવની સ્થિતિ જળવાઈ રહેતાં પાવરની માગમાં વધુ રહેવાનો અંદાજ મૂકી રહ્યા છે.