Sat Jun 06 2026

Logo

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો

2026-06-04 08:29:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ સુરેન્દ્રનગરના સાયલામાં સૌથી વધુ 2.32 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ક્યાં કેટલો પડ્યો વરસાદ

રાજ્યમાં એક તાલુકામાં 2 ઇંચથી વધારે, એક તાલુકમાં 1 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં અડધા ઇઇંચથી વધારે અને 17 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં 2.32 ઇંચ, મહીસાગરના કડાણામાં 1.02 ઇંચ, બનાસકાંઠાના હળવદમાં 0.83 ઇંચ, મહીસાગરના સંતરામપુરમાં 0.79 ઇંચ, પંચમહાલના ગોધરામાં 0.51 ઇંચ, બોટાદના રાણપુરમાં 0.31 ઇંચ, ગીર  સોમનાથના પાટણ-વેરાવળમાં 0.31 ઇંચ, સાબરકાંઠાના પોશીનામાં 0.28 ઇંચ, બોટાદના ગઢજામાં 0.20 ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 0.16 ઇંચ, દાહોદના સંજેલીમાં 0.16 ઇંચ, દાહોદના ફતેપુરામાં 0.12 ઇંચ, બનાસકાંઠાના ડીસામાં 0.08 ઇંચ, દાહોદના દેવગઢ બારીયામાં 0.08 ઇંચ, પંચમહાલના શેહરામાં 0.08 ઇંચ, અરવલ્લીના સાઠંબામાં 0.04 ઇંચ, મહેસાણામાં 0.04 ઇંચ. સુરેન્દ્રનગરના થાનગઢમાં 0.04 ઇંચ, સાબરકાંઠાના વિજયનગરમાં 0.04 ઇંચ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.

આજે શું છે આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર 4 જૂનના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથોસાથ મધ્યમ ગાજવીજ સાથે હવળાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત 5 જૂનના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે વહેતા પવનો અને મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 6 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર ખાતે ગીર સોમનાથ છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. જ્યારેદક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા અને કચ્છ-સૌરાષ્ટ્રમાં શુષ્ક હવામાન જળવાઈ રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું  કે,  5 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારબાદ 7 થી 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. જૂન મહિનામાં ધમાકેદાર વરસાદની આગાહી વચ્ચે અંબાલાલ પટેલે જુલાઈ મહિનાને લઈને એક ચિંતાજનક સંકેત પણ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે, જુલાઈ મહિનામાં પેસિફિક મહાસાગરમાં સક્રિય થનારી 'અલ નીનો' ની અસર ભારત અને ગુજરાતના ચોમાસા પર કેટલી રહેશે, તેના પર હવામાન વૈજ્ઞાનિકોની નજર રહેશે. અલ નીનોની સ્થિતિના કારણે જુલાઈમાં વરસાદની ગતિ થોડી ધીમી પડી શકે છે.