Mon Oct 05 2026

Logo

ભારતની અર્થવ્યવસ્થા મજબૂત, જીડીપી વૃદ્ધિ દર 7.7 ટકાએ પહોંચ્યો

2026-06-05 17:56:12
Author: Chandrakant Kanoja
ભારતની અર્થવ્યવસ્થા મજબૂત, જીડીપી વૃદ્ધિ દર 7.7 ટકાએ પહોંચ્યો

ChatGTP Ai Generated Image


નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે અમેરિકા-ઈરાન સહિત રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના માહોલ અને અમેરિકાના ટેરિફના ફટકા વચ્ચે નાણાકીય વર્ષ 2025-26નો ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર શાનદાર રહ્યો છે. વર્તમાન તબક્કાના તમામ પડકારો વચ્ચે પણ આર્થિક વિકાસદરે હરણફાળ ભરતા પ્રશાસને પણ રાહતનો શ્વાસ લીધો છે.

ભારત માટે આર્થિક મોરચે સારા સમાચાર આવ્યા છે. જેમાં સરકારે અર્થવ્યવસ્થાની મજબૂતીને પ્રતિબંબિત કરતાં જીડીપીના આંકડા જાહેર કર્યા છે. જેમાં નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો છે. જે અન્ય દેશોના અર્થતંત્રની તુલનામાં મજબૂત  છે.

દેશની જીડીપી વધીને 323. 12 લાખ કરોડની થઇ

વૈશ્વિક પડકારો અને મોંધવારીના દબાણ વચ્ચે  જીડીપી વૃદ્ધિ દર 7.7 ટકા  રહ્યો છે. જે ગત વર્ષના 7.1 ટકા કરતાં વધારે  છે. તેમજ વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો છે. જેને ત્રીજા ક્વાર્ટરમાં સુધારો કરીને 8 ટકા કર્યો હતો. તેમજ ફુગાવા પર નિયંત્રણ બાદ દેશની જીડીપી વધીને 323. 12 લાખ કરોડની થઇ છે. જે ગત વર્ષ કરતા 299.89 લાખ કરોડની હતી. જે ભારતીય અર્થવ્યવસ્થાથી મજબૂતાઇ પ્રદર્શિત કરે છે. 

ચોથા ક્વાર્ટરમાં   7.8 ટકાનો વૃદ્ધિ દર 

નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરમાં  જીડીપી  રૂપિયા 87.77 લાખ કરોડ થયો છે. જે નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટરમાં રૂપિયા 81.40 લાખ કરોડ હતો. જે 7.8 ટકાનો વૃદ્ધિ દર દર્શાવે છે. 

ક્રૂડ ઓઇલના વધતાં ભાવ અને ફુગાવો અર્થતંત્ર માટે  જોખમ 

જોકે, અર્થતંત્રના મજબૂત સંકેતો છતાં નિષ્ણાતો માને છે કે,  વૈશ્વિક અને સ્થાનિક પડકારો આગામી મહિનાઓમાં આ ગતિને ટકાવી રાખવાનું મુશ્કેલ બની છે. જેમાં મિડલ ઈસ્ટમાં વધતો તણાવ, ક્રૂડ ઓઇલના વધતાં ભાવ, નબળા ચોમાસાની શક્યતા, અલ નીનોની અસર અને ફુગાવા જેવા પરિબળો અર્થતંત્ર માટે જોખમો ઉભા કરી શકે છે.