મુંબઈઃ ફિલ્મ 'કોકટેલ-2'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મની એક્ટ્રેસ કૃતિ સેનનના બિકિની અવતારની જેટલી ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. એટલો જ બેસ્ટ રિસપોન્સ રશ્મિકાના પાત્રને મળી રહ્યો છે. ઘણા યુઝર્સ આ ફિલ્મના ટ્રેલર પર એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે, આ રશ્મિકાનો અલગ અવતાર છે. અગાઉ ક્યારેય આ રીતે કોઈ પાત્રમાં તે જોવા મળી નથી. ગ્લેમર સાથે દમદાર ડાયલોગથી ફેન્સ પર જાદુ કર્યો છે. હવે વિગત એ પણ સામે આવી છે કે, આ પ્રોજેક્ટ માટે હા કહેતા રશ્મિકાને એક ખચકાટ થતો હતો. આ પ્રોજેક્ટ માટે નિર્ણય લેવો રશ્મિકા માટે આસાન ન હતો.
કેમ ખચકાટ હતો રશ્મિકાને?
ફિલ્માં થોડી બોલ્ડનેલ, ડબલ મિનિંગની મસ્તી અને રશ્મિકા-કૃતિનો એક અલગ અદાજ છે. ફિલ્મ પ્રમોશન ઈવેન્ટમાં રશ્મિકાએ આ ફિલ્મ સાથે જોડાયેલી પોતાની વાત કહી હતી. રશ્મિકાએ કહ્યું હતું કે, મારા માટે 'કોકટેલ-2'ફિલ્મ દોસ્તી, પ્રેમ અને ઈમોશન્સનું એક બેસ્ટ મિક્સચર છે. તમે તમારા દોસ્ત, પાર્ટનર અને પરિવાર સાથે મોટી સ્ક્રિન પર આ ફિલ્મ એન્જોય કરજો.
અલી અને કૃણાલે ફન સ્પિરિટને સારી રીતે કેપ્ચર કર્યું છે. મારા માટે આ પાત્ર ખૂબ જ અલગ હતું.અગાઉ ક્યારેય મેં આવું પાત્ર પ્લે કર્યું નથી. હું ખૂબ જ ડરી ગઈ હતી કારણ કે મેં ક્યારેય આટલા અર્બન સિન પર પહેલા ક્યારેય કામ કર્યું નથી. મેં અત્યાર સુધી જેટલી ફિલ્મો કરી છે એમાં મને એવું લાગે છે કે, મેં સિરિયલ રોલની જ અપેક્ષા રાખી છે. પહેલીવાર મેં આટલી લાઈટ હાર્ડેડ ફિલ્મ કરી છે, જે દોસ્તી અને પ્યાર પર આધારિત છે.
થોડી સરપ્રાઈઝ આપવી હતી
આ ફિલ્મના પ્રોજેક્ટને લઈને મેં પહેલા એવું વિચાર્યું હતું કે, આ મારા માટે ખરેખર સારૂ છે? કારણ આમાં જે પાત્ર છે એવું મેં અગાઉ ક્યારેય કર્યું નથી. પછી મેં વિચાર્યું કે, દર્શકોને થોડી સરપ્રાઈઝ આપવી જોઈએ. કંઈક અલગ કરીને પ્રયોગ કરવો જોઈએ. બસ, આ જ કારણે મેં ફિલ્મ કરવાની હા પાડી દીધી હતી. આ ફિલ્મના માધ્યમથી મેં મારી ફિલ્મ કેરિયરને તથા મારી જાતને મેં ચેલેન્જ કરી હતી.
દર્શકોને સ્ક્રિન પર રશ્મિકાની એક અલગ સાઈડ જોવા મળશે. બીજી તરફ કૃતિ સેનના બિકિની આવતારની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ જ ફિલ્મના ઘણા એવા ફોટો ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ ફિલ્મ 19 જુનના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ દમદાર છે. ફિલ્મની વાર્તા શેના પર છે એ ટ્રેલર પરથી નક્કી કરતું નથી.ફિલ્મનું મોટાભાગનું શુટિંગ ફોરેનમાં થયું છે.