મુંબઈઃ ટીવી સિરિયલની એક્ટ્રેસનો ચાહકવર્ગ ખૂબ ખાસ હોય છે. ટીવીની દુનિયામાં છવાઈ જઈને ઘર-ઘર સુધી પહોંચવામાં દરેક કલાકારો સફળ થતા નથીં. સિરિયલ ઈન્ડસ્ટ્રીમાં અનેક એવી એક્ટ્રેસ છે જે મુંબઈ પોતાનું નસીબ અજમાવવા માટે આવતી હોય છે. ખાસ કરીને ધાર્મિક સિરિયલમાં કામ મેળવવાની ગણતરી જૂજ એક્ટ્રેસની હોય છે પણ ધાર્મિક સિરિયલમાંથી ખ્યાતિ પામેલી એક્ટ્રેસનો જાદુ ક્યારેય ઓસરતો નથી. લાંબા સમય સુધી એનો ચાહક વર્ગ અકબંધ રહે છે. 'દેવો કે દેવ મહાદેવ' નામની સિરિયલમાં માતા પાર્વતીનો રોલ કરનાર એક્ટ્રેસનું પણ કંઈક આવું જ છે. પણ આ પાત્ર પ્લે કરનારી એક્ટ્રેસે પોતાના બિકિની અવતારથી ફેન્સને ચોંકાવી દીધા હતા.

બિકિની અવતાર ચર્ચામાં
'દેવો કે દેવ મહાદેવ' સિરિયલમાં પાર્વતીનો રોલ સોનારિકા ભદૌરિયા નામની એક્ટ્રેસે પ્લે કર્યો હતો. એ સમયે પણ પોતાના લૂકસ અને અવાજને કારણે તે છવાઈ ગઈ હતી. એક્ટ્રેસે હવે પોતાના કેટલાક ફોટો શૅર કરીને ફેન્સનું દિલ જીતી લીધું છે. એટલું જ નહીં એક્ટ્રેસે પોતાની દીકરી સાથે પણ તસવીર ક્લિક કરાવી છે.વેસ્ટર્ન લૂક્સ, બિકિની અવતાર અને સિમ્પલ સ્ટાઈલમાં સોનારિકાએ એકથી એક ચડિયાતા પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર એના ફોટો જોરશોરથી શૅર થઈ રહ્યા છે તો ફેન્સ દરેક ફોટો પર દિલવાળું ઈમોજી દિલ ખોલીને પ્રેસ કરી રહ્યા છે. હકીકત એવી છે કે, સોનારિકાએ પોતાની દીકરી વરિકાના 6 મહિના પૂરા છતા પોતાની અત્યાર સુધીની બેસ્ટ તસવીર શૅર કરી હતી.

બેબીબંપમાં દમદાર ફોટો
એક ફોટોમાં બેબીબંપ દેખાય તો બીજા ફોટોમાં એનો બિકિની અવતાર, લેટેસ્ટ ફોટોમાં તે પોતાની છ મહિનાની દીકરી સાથે જોવા મળી છે. માતા બન્યા પછી પણ એનો લૂક એટલો જ દમદાર છે. દરેક તસવીરમાં એનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. વ્હાઈડ ડ્રેસ અને શોર્ટમાં તે પોતાની દીકરી સાથે જોવા મળી હતી. લેસ પેટર્ન અને મિનિ ડ્રેસમાં તેનો મેકઅપ વગરનો ચહેરો પહેલીવાર કોઈ ઓળખી શક્યું ન હતું. એના આઉટફિટના એબ્રોડરી વર્કના વખાણ થયા હતા. સ્ટનિંગ સ્ટાઈલ અને લૂકની સાથે ફેન્સ એની દીકરીને જોવા માટે આતુર છે. દીકરીના ફેસ પર ઈમોજી સેટ કરીને ફેન્સ માટે સસ્પેન્સ ઔર વધારી દીધું હતું. મમ્મી અને ડૉટરના એક જ સરખા કલરના કપડાંનું મેચિંગ જોઈને લોકો એ અંગે પણ કોમેન્ટ કરી રહ્યા છે. પ્રેગ્નેસી વખતે તેમણે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. પૂલ પાસે ફોટો ક્લિક કરીને આ ફોટો પણ તેણે શૅર કર્યો હતો.

મસ્ત પોઝ આપ્યા
જ્યારે બીજી એક તસવીરમાં તે પોતાની દીકરી સાથે પૂલમાં સ્વિમિંગ કરતી જોવા મળી હતી.પ્રિન્ટેડ સ્કર્ટ અને ટોપમાં પણ અલગ અંદાજ જોવા મળ્યો હતો. ફ્લોલર પ્રિન્ટ અને સ્ટ્રિપ સાથે હોલ્ડનેક આઉટફિટમાં પણ તે બોલ્ડ દેખાઈ રહી હતી. ઓફ શૉલ્ડર લૂકમાં તેણે મસ્ત પોઝ આપ્યા હતા. જ્યારે રસલ ડ્રેસમાં એને અલગ અંદાજ જોવા મળ્યો હતો. અભિનેત્રી સોનારિકા ભદૌરિયા અવારનવાર પોતાના સ્ટાઇલિશ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે.સોનારિકાએ ઓફ-શોલ્ડર લેસ ડિટેલિંગવાળો બોડી હગિંગ (ફિટિંગ) ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદરતાથી પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. પોતાની વ્હાલી દીકરીને કેડમાં તેડીને સોનારિકાનો એક સોફ્ટ અને એલિગન્ટ (ભવ્ય) લૂક પણ સામે આવ્યો છે. આ લુકમાં તેણે કોલર ડિટેલ અને સ્કર્ટ પોર્શનમાં પ્લીટ્સ (પાટલીઓ) વાળો પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે. આ સિમ્પલ છતાં ક્લાસી લુકને કમ્પ્લીટ કરવા માટે સોનારિકાએ વાળમાં વેવી પોનીટેલ બનાવી છે અને આંખો પર ચશ્મા ચડાવ્યા છે.

ઓલ ડેનિમ લૂક
સોનારિકા અને તેની દીકરીનો વધુ એક ક્યૂટ અંદાજ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વખતે ભલે બંનેએ એક સરખા કપડાં (ટ્વિનિંગ) ન પહેર્યા હોય, પણ તેમનો લુક સુપર ક્યૂટ વાઇબ્સ આપી રહ્યો છે. સોનારિકા 'ઓલ-ડેનિમ લુક'માં ખૂબ જ કૂલ લાગી રહી છે. તેણે ક્રોપ શર્ટ સ્ટાઇલ ટોપની સાથે શોર્ટ્સ અને સ્કર્ટનું પરફેક્ટ કોમ્બિનેશન એટલે કે સ્કોર્ટ પહેર્યું છે, જેના ફ્રન્ટ ભાગમાં બટન ડિટેલિંગ આપવામાં આવી છે. સોનારિકાએ તેની વ્હાલી દીકરીને વ્હાઇટ કલરનો નિટેડ (ગૂંથેલો) ડ્રેસ પહેરાવ્યો છે, જેના પર બ્લેક કલરના નાના-નાના હાર્ટ્સ (દિલ) બનેલા છે. દીકરીના આ ક્યૂટ આઉટફિટ લુકને કમ્પ્લીટ કરવા માટે તેને માથા પર એક સુંદર કેપ (ટોપી) પણ પહેરાવવામાં આવી છે.