Wed Sep 02 2026

Logo

લૉર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનો હાથ ઉપરઃ બે દિવસમાં 30 જેટલી વિકેટ પડી

London   2026-06-05 22:21:06
Author: Ajay Motiwala
લૉર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનો હાથ ઉપરઃ બે દિવસમાં 30 જેટલી વિકેટ પડી

લંડનઃ અહીં ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડસ (Lord's)ના ઐતિહાસિક મેદાન પર શુક્રવારના બીજા દિવસે ન્યૂ ઝીલૅન્ડ સામે ઇંગ્લૅન્ડે પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં ટી-ટાઇમ બાદ (આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં) નવ વિકેટે 225 રન બનાવ્યા હતા અને 27 રનની સરસાઈ સાથે બ્રિટિશ ટીમના 252 રન હતા.

આ લૉ-સ્કોરિંગ ટેસ્ટ (Test)માં પેસ બોલર્સનું રાજ જોવા મળ્યું છે. બે દિવસમાં કુલ 30 જેટલી વિકેટ પડી ચૂકી હોવાથી આ મૅચની પિચ વિશે જરૂર ચર્ચા થશે.

પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડની ત્રણ વિકેટ લેનાર કિવી પેસ બોલર નૅથન સ્મિથે બીજી ઇનિંગ્સમાં નવમાંથી પાંચ વિકેટ પોતાના ખાતે લખાવી હતી.

સ્મિથ ઉપરાંત વિલ ઑ'રુરકે, કાઇલ જૅમીસન અને મૅટ હેન્રીને પણ વિકેટ મળી હતી. પહેલા દાવમાં ઇંગ્લૅન્ડના 140 રનના જવાબમાં ન્યૂ ઝીલૅન્ડ 113 રનમાં આઉટ થઈ ગયું હતું. ગુરુવારે કિવી પેસ બોલર કાઇલ જૅમીસને પાંચ વિકેટ લીધી હતી તો શુક્રવારે ઇંગ્લૅન્ડનો પેસ બોલર ઑલી રૉબિન્સને પાંચ વિકેટનો તરખાટ મચાવ્યો.